શહેરા નગર માં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની કોઈપણ દુકાનો ખોલશે તો પોલીસ કાર્યવાહી કરાશે. અને દુકાન નો લાયસન્સ પણ રદ્દ થશે

શહેરા,

કોરોના વાયરસ covid – 19 મહામારીના સંદર્ભમાં જરૂરી લોકડાઉન ૧, લોકડાઉન ૨ અને લોકડાઉન ૩ ની મુદત તા ૧૭/૦૫/૨૦૨૦ સુધી લાગુ કરવામાં આવેલ છે. મે.કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ , પંચમહાલ, ગોધરાના તા.૦૪/૦૫/૨૦૨૦ના જાહેરનામાં માં ઉલ્લેખ કર્યાનુસાર શહેરી વિસ્તારમાં શહેરા નગરપાલિકા વિસ્તારમાં ફકત આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની કોઈપણ દુકાન ખોલવાની રહેશે નહી. જો દુકાનો ખોલશે તો જાહેરનામાના ભંગ બદલ પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. અને લાયસન્સ પણ રદ કરવામાં આવશે . આવશ્યક સેવાઓ જેવી કે શાકભાજી , દુધ, કરીયાણુ , મેડીકલ સ્ટોર્સના વેપારીઓ એ વિતરણ સમયે ૬ ( છ ) ફુટનુ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવાની રહેશે અને મોઢા પર માસ્ક દુકાનદારે તથા ગ્રાહકે ફરજીયાત પહેરવાના રહેશે. અને વિતરણનો સમય સવારે ૦૭.૦૦ થી ૧૨.૦૦ કલાક સુધીનો જ રહેશે. જેની તમામ દુકાનદારો, વેપારીઓ, ગ્રાહકો તથા નગરજનો ને શહેરા નગરપાલિકા એ સૂચના આપી છે.

રિપોર્ટર :-  તોફીક અન્સારી, શહેરા

Related posts

Leave a Comment