દામનગર શહેર માં બહાર થી આવેલ પુત્ર ને સરકારી ક્વોરન્ટાઈન થી બચાવવા ભારે મસક્ત બાદ પોલીસે ગુનો દાખલ કરી સરકારી ક્વોરન્ટાઈન કર્યો

દામનગર,

દામનગર શહેર માં વાડ ચિભડા ગળે તેવી સ્થિતિ બહાર આવેલ વ્યક્તિ ઓ ની જાણ કરવા છ વોર્ડ ની છ કમિટી બનાવી પણ પોતા ના વોર્ડ ના મતદાર બહાર થી આવે તો આ કમિટી જાહેર કરે ખરી ? દામનગર શહેર માં ઓઠા આપતા આગેવાન પોતા ના પુત્ર ને બચાવવા ખૂબ હવાતિયાં માર્યા પણ તનો તકિયા કલામ ચાલ્યો નહિ અંતે પોલીસ ફરિયાદ દાખલ કરી પુત્ર ને સરકારી ક્વોરન્ટાઈન કરાયો આરોગ્ય અને પોલિસ ને બે દિવસ થી તંત્ર ને ગુમરાહ કરતા આગેવાન ના પુત્ર ઉપર ગેરકાયદેસર પ્રવેશ નો ગુનો દાખલ કરી સરકારી ક્વોરન્ટાઈન કરાયો ભારે ઘમપછાડા કરી જિલ્લા બહાર થી આવેલ પુત્ર ના પરિવાર ને છુપાવી માત્ર પુત્ર ને ક્વોરન્ટાઈન કરતા આગેવાને આરોગ્ય અને પોલીસ ને બે દિવસ મચક ન આપી અંતે આગેવાન નો તકિયા કલામ લાંબો ન ચાલ્યો દામનગર શહેર ના છ વોર્ડ માં છ કમિટી બનાવી અને સ્થાનિક સદસ્યો ને જ બહાર આવતા વ્યક્તિ ઓ ની માહિતી આપવા જણાવ્યું હતું વાડ જ ચિભડા ગળે તેવી સ્થિતિ ઉભી થઇ આગેવાનો જ પોતા ના વોર્ડ મતદારો કે પરિવાર ના બહાર થી આવતા વ્યક્તિ ઓ ની માહિતી છુપાવી સરકારી ક્વોરન્ટાઈન થી બચવા હવાતિયાં મારી રહ્યા છે. અમુક આગેવાનો એ તો અનેક લાગવગ કરી હોમક્વોરન્ટાઈન થવા ભારે દબાણ કરતા જોવા મળ્યા હતા. સુરત, અમદાવાદ, ભાવનગર, બોટાદ સહિત ના વિસ્તારો માંથી આવતા વ્યક્તિ ઓ પર સરકારી તંત્ર ની બાજ નજર હોવા છતાં જાહેર હિત ને જોખમ માં મૂકી ગેરકાયદેસર રીતે શહેર માં પ્રવેશ કરી માહિતી છુપાવતા આગેવાન નો પુત્ર પ્રેમ અડધું ફેમેલી કોઈક જગ્યા એ છુપાવી દેવાયું છે, ત્યારે આવા આગેવાનો પાસે જાહેર હિત અને સરકારી તંત્ર ની આવી કામગીરી પર પાણી ફેરવતા તંત્ર એ કડક કાર્યવાહી કરવી જોઈએ. જાહેરહિત ને ધ્યાન રાખી સતત સ્ટેન્ડ ટુ રહી ફરજ બજાવતા તંત્ર માટે મુશ્કેલી વધારતા આગેવાનો પોતા ના પરિવાર સગા સંબંધી ઓ ને ગેરકાયદેસર રીતે શહેર માં લાવી અન્ય જગ્યા એ છુપાવી સરકારી તંત્ર ની કામગીરી માં અડચણ રૂપ બનવા ના આ બનાવ થી ભારે કચવાટ જોવા મળ્યો. શહેર ની સુરક્ષિત રાખવા ની જેની જવાબદારી બને છે તે આગેવાનો આટલા બધા અધીરા કેમ ? તે હવે જોવું રહ્યું.

Related posts

Leave a Comment