રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ‘કોરોના વોરિયર્સ’ માટે કરી મહત્વની જાહેરાત

રાજકોટ શહેર તા.૯.૫.૨૦૨૦ ના રોજ સમગ્ર રાજ્યમાં સેવાભાવથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા મેડિકલ અને પેરામેડિકલ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક મહત્વની જાહેરાત કરી છે. ત્યારે જયંતી રવિએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેરાત કરતા કહ્યું છે કે વર્ગ-૧ અને વર્ગ-૨ સંવર્ગના તબીબી અધિકારીઓને પ્રોત્સાહન રૂપે રૂપિયા 25.૦૦૦ નું માનદ મહેનતાણું આપવામાં આવશે. નર્સિંગ સ્ટાફ, લેબ આસિસ્ટન્ટ સહિત વર્ગ-૩ ના કર્મચારીઓને રૂપિયા 15.૦૦૦ નું માનદ પ્રોત્સાહક મહેનતાણું આપવામાં આવશે. વર્ગ-૪ સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને રૂપિયા 10.૦૦૦ નું માનદ મહેનતાણું અપાશે. જ્યારે આઉટસોર્સિગ અને ફિક્સ પગારમાં સેવા આપતાં કર્મચારીઓને રૂપિયા 5.૦૦૦ નું માનદ મહેનતાણું પ્રોત્સાહન તરીકે અપાશે. તેમની સેવાઓની કદર કરીને આ પ્રોત્સાહક મહેનતાણું એક વખત એટલે કે સિંગલ ટાઈમ આપવામાં આવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment