ઝાલોદ તાલુકા ખાતે કોરોનાવાયરસ ની આ લોકડાઉન ના મહામારી માં નાના વેપારીઓ ને હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો હતો

ઝાલોદ,ખાતે

ઝાલોદ તાલુકા માં ફેલાતું કોરોનાવાયરસ થકી આ લોકડાઉન ની મહામારી ને લઇ ને આખું તંત્ર કામે લાગ્યું છે. ત્યારે સેવાભાવી લોકો આવી કપરા સમયે ગરીબો ને ભોજન મળી રહે તે માટે રાશન કીટ તથા ટિફિન ની વ્યવસ્થા કરવામા આવી હતી.
લોકો ને આવા સંકટ સમયે અગવડતા ના પડે અને સહેલાઇ થી કારીયાણા નો સામાન મળી રહે તે માટે તંત્ર દ્વારા સવાર માં વૈકલ્પિક સગવડ કરાઈ છે. ત્યારે નગર ના મોટા ગણાતા ડિલરો દ્વારા ખાંડ , તેલ અને દાળ માં કિલો એ રૂ.15 થી 200 સુધી નો વધારો કરતા નાના વેપારીઓ ને હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો હતો. તંત્ર ને બાબત ની જાણ થતાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવા ની જાણ કરવામાં આવી હતી અને જો કોઈ વેપારીઓ આકસ્મિક તપાસ માં ઝડપાસે તો લાયસન્સ રદ કરવામા આવશે તેવું તંત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી.

રિપોર્ટર : ફતેહખાન ફકીરા, ઝાલોદ

Related posts

Leave a Comment