પેન્શનરો જીવનપ્રમાણ પોર્ટલ પર ઓનલાઇન હયાતીની ખરાઇ કરી શકશે

દાહોદ,

તા. ૦૫ : દાહોદના જિલ્લા તિજોરી અધિકારીએ જણાવ્યું છે કે, સરકાર દ્વારા પેન્શનરોને હયાતીની ખરાઇ માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે જીવનપ્રમાણ પોર્ટલ પર ડિઝિટલ લાઇફ સર્ટીફીકેટની પદ્ધતિ અમલમાં મુકવામાં આવી છે. ડીઝિટલ લાઇફ સર્ટીફીકેટની પદ્ધતિ મુજબ ઓનલાઇન હયાતીની ખરાઇ વેબસાઇટ www.jeevanpramaan.gov.in પરથી કરી શકાશે.

જિલ્લા તિજોરી અધિકારીએ વધુમાં જણાવ્યું છે કે, દર વર્ષે મે, જુન, જુલાઇ માસમાં થતી હયાતીની ખરાઇને બદલે જુન, જુલાઇ, ઓગષ્ટ માસમાં પેન્શનર જે બેંકમાંથી પેન્શન મેળવતો હોય તે બેંકમાંથી જઇને જ હયાતીની ખરાઇ કરવાની રહેશે. આ સમયમર્યાદામાં હયાતીની ખરાઇ કરાવવામાં પેન્શનર નિષ્ફળ જાય તો તેવા કિસ્સામાં સપ્ટેમ્બર ૨૦૨૦ ના માસથી પેન્શનની રકમની ચુકવણી સ્થગિત કરવામાં આવશે. આ જોગવાઇ વર્ષ ૨૦૨૦ એટલે કે ચાલુ વર્ષ પુરતી અમલમાં રહેશે.

રિપોર્ટર : વિજય બચ્ચાની, દાહોદ

Related posts

Leave a Comment