હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર તાલુકાના બેડ ગામે રહેતા ઇશાકભાઈ પુપર જણાવે છે કે, મને હ્રદયની બીમારીની હતી. જેથી હું પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયો હતો. હોસ્પિટલ તરફથી સારવારના રૂ.2લાખ થશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ નજીકના સરકારી કેન્દ્રમાં જતાં ત્યાંનાં ડોક્ટરે મને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ અંગે જાણકારી આપવામાં આવતા મેં સરકારની આ યોજનાનો લાભ લીધો અને તેમાં રૂ.10 લાખ સુધીની સારવારનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. મારા હ્રદયની બીમારીની સારવાર આ કાર્ડ થકી વિનામૂલ્યે થઈ છે. તે બદલ હું સરકારનો આભાર વ્યક્ત કરી તમામ લોકોને પણ નિવેદન કરું છું કે જેમની પાસે પણ આયુષ્માન કાર્ડ ન હોય તેઓ આ કાર્ડ સહેલાઈથી કઢાવી સરકારની આરોગ્યલક્ષી સેવાનો લાભ મેળવી શકે છે.