આજ તા.૦૨/૦૧/૨૦૨૩ના રોજ ગુજરાત સરકારના મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા શહેરી વિકાસના કામો માટે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ચેક અર્પણ સમારોહ

હિન્દ ન્યુઝ, રાજકોટ

ગુજરાત સરકાર હસ્તકનાં ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ, ગાંધીનગર તરફથી પ્રતિ વર્ષની જેમ રાજ્યની નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓના શહેરી વિકાસના કામો માટે માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ચેક અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તે અનુસાર રાજ્યની નગરપાલિકા/મહાનગરપાલિકાઓને શહેરી વિકાસના કામો માટે તા.૦૨/૦૧/૨૦૨૪ને મંગળવારના રોજ માન.મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે રૂ.૨૦૮૪.૦૦/- કરોડના ચેક અર્પણ કાર્યક્રમ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ છે.

ગાંધીનગર ખાતેઆયોજિત શહેરી વિકાસના કામો માટે ચેક અર્પણ સમારોહમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, નાયબ મ્યુનિસિપલ કમિશનર અનિલ ધામેલીયા ઉપસ્થિત રહેલ.

રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે રૂ.૧૩૫/- કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાને શહેરી વિકાસ કામો માટે રૂ.૧૩૫/- કરોડની માતબાર રકમની ફાળવણી કરવા બદલ રાજકોટ મહાનગરપાલિકાનામેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરેલ છે.

વિશેષમાં, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન. ભૂપેન્દ્રભાઈ પટેલની તા.૦૧/૦૧/૨૦૨૪ના રોજ શુભેચ્છા મુલાકાત લીધેલ હતી. આ મુલાકાત વેળાએ રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કામોની ચર્ચા વિચારણા કરેલ હતી અને નવા વિકાસ કામોના પ્રોજેક્ટ્સ અંગે માર્ગદર્શન મેળવેલ હતું.

Related posts

Leave a Comment