હિન્દ ન્યુઝ, કચ્છ
ભારતનો પ્રથમ કેમલ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ-ઊંટડીના દૂધનો રાજભોગ આઈસક્રીમ બનાવતી દેશની એકમાત્ર સરહદ ડેરી 900થી વધુ સહકારી મંડળીઓ મારફતે દરરોજ આશરે 80,000 દૂધ ઉત્પાદકો પાસેથી 5.5 લાખ લિટર જેટલું દૂધ એકત્ર કરે છે. ડેરી દ્વારા પશુપાલકોને દરરોજ અંદાજે ₹3 કરોડની ચુકવણી કરવામાં આવે છે.
ભૂકંપ બાદ કચ્છના સહકારી ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ એટલે કે સરહદ ડેરીની નોંધપાત્ર ભૂમિકા રહી છે.
