સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે કુપોષણ નિવારણ કેમ્પ તથા સુવર્ણપ્રાશન સંસ્કાર કેમ્પ યોજાશે

હિન્દ ન્યુઝ, ભુજ

       સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ ખાતે તા. ૧૮/૧૦/૨૦૨૨ના મંગળવારના રોજ પુષ્યનક્ષત્રના દિવસે “કુપોષણ નિવારણ કેમ્પ” કરવામાં આવશે. જેમાં જન્મથી ૧૨ વર્ષની ઉમર સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ એવા “સુવર્ણ પ્રાશનનાં ટીપાં” નિ:શુલ્ક  સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને સાંજે ૪:૦૦ થી ૫:૩૦ સુધી પીવડાવવામાં આવશે તથા કુપોષિત/નબળા બાળકોને તથા લોહીની ઉણપ ધરાવતા બાળકોને શકિતવર્ધક તેમજ રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે.

         સુવર્ણપ્રાશનના ફાયદાઓ જાણી બાળકોને તે અચુક પીવડાવો. સુવર્ણપ્રાશન મેઘા (બુધ્ધિ), અગ્નિ અને બળ વધારવાવાળું છે. તે આયુષ આપવાવાળુ, કલ્યાણકારક, પુણ્યકારક, વૃષ્ય (શરીર સુદ્રઢ કરનાર), વર્ણ્ય (શરીરના વર્ણને ઉજળો કરનાર ) તથા ગ્રહબાધાને દૂર કરવાવાળુ છે. સુવર્ણપ્રાશનથી બાળકનું રોગો થી રક્ષણ થાય છે અને તે છ માસમાં સૃતધર (સાંભળેલી વાતને  યાદ રાખવાવાળું) બને છે અર્થાત તેની સ્મરણશક્તિ ખુબ જ વધે છે એમ પંચકર્મ વૈદ્યશ્રી બર્થાબેન પટેલ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ-ક્ચ્છની અખબારીયાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment