હિન્દ ન્યુઝ, ડાંગ
Bરાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમા કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્ય સરકાર માટે હાર્દ સમાન છે. જેને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે ઉકેલાઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ તારીખ ૧ માર્ચના રોજ આહવા તાલુકાના ગોંડલવિહિર ગામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સેવા સેતુ ૨.૦ (ગ્રામ્ય)ના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ સેવા સેતુના કાર્યક્રમમાં ગોંડલવિહિર, ભીસ્યા, ચનખલ, ધવલીદોડ, મહાલપાડા આમ કુલ પાંચ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામના કુલ ૧૩ ગામના લોકોને સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરાયો છે.
સવારે ૯ થી સાંજના ૫ વાંગ્યા સુધી ગોંડલવિહિર પ્રાથમિક શાળા ખાતે યોજનારા આ સેવાસેતુના કાર્યક્રમમાં આધારકાર્ડ સંબંધિત સેવાઓ, રાશનકાર્ડ સંબંધિત સેવાઓ, આવકના દાખલા, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, મહેસૂલી રેકર્ડમાં વારસાઇ માટેની અરજી, પ્રાધનમંત્રી જન આરોગ્ય યોજના, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સોઇલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, આઇસીડીએસ બાળકોના આધારકાર્ડ, નમોશ્રી, ખાતેદાર ખેડૂતના નમૂના ૭/૧૨ સાથે આધારકાર્ડનું જોડાણ, સ્વામિત્વ યોજના, કિશાન ક્રેડિટ કાર્ડ વિગેરે મહેસુલી સેવાઓનો ઘર આંગણે લાભ મળશે.
