ડાંગ જિલ્લામાં ૧૨ માં ગ્રામિણ ઓલમ્પિક્સ રમતોનું ભવ્ય આયોજન

હિન્દ ન્યુઝ, ડાંગ 

    ડાંગ જિલ્લા રમત વિકાસ અધિકારી આહવા-ડાંગ દ્વારા ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ માર્ચ-૨૦૨૬ દરમ્યાન બારમાં ગ્રામિણ ઓલમ્પિક્સનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આ ગ્રામિણ ઓલમ્પિક્સ તા.૦૧/૦૩/૨૦૨૬ (ભાઈઓ) થી તા.૦૨/૦૩/૨૦૨૬ (બહેનો) ના દિવસો દરમ્યાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સાપુતારા ખાતે યોજવામાં આવનાર છે. તો ભાઈઓ ૮૦ મી દોડ, લાંબીકુદ, ગોળાફેંક ,લાંબીદોડ (પર્વતીયાળ વિસ્તાર), કબડ્ડી, ખો-ખો, વોલીબોલ જેવી પરંપરાગત રમતોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. 

ગ્રામિણ ઓલમ્પિક્સમાં ભાગ લેવા ઈચ્છતી જિલ્લાની ટીમોને તેમજ ઈચ્છુક રમતવીરોએ એન્ટ્રી સ્પર્ધા સ્થળ પર સવારે ૮:૦૦ કલાકે સ્પર્ધાના દિવસે સમયસર એન્ટ્રી કરવાની રહેશે. આ અંગેના ફોર્મ સિલ્વાંસભાઈ ગામિત મો.૮૧૬૦૫૧૩૧૧૦ પાસેથી મેળવી લેવાના રહેશે. વધુ માહિતી માટે મયુર સોલંકી મો.૯૯૨૪૬૪૪૮૭૬ નો સંપર્ક કરવાનો રહેશે. તેમ જિલ્લા રમત વિકાસ અધિકારી આહવાની એક અખબારી યાદીમાં જણાવાયું છે. 

Related posts

Leave a Comment