હિન્દ ન્યુઝ, રાજકોટ
દેશના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના કુલ રૂ. ૩૭૯.૬૬ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત તા. ૧૯-૧૦-૨૦૨૨નાં રોજ રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતેનાં સમારોહમાં થનાર છે તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયા (GHTC-I) અંતર્ગત લાઈટહાઉસ પ્રોજેક્ટ, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ફોરલેન ટ્રાઈએંગલ ફ્લાયઓવર બ્રીજ, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર નાનામવા ચોક ખાતે ફ્લાયઓવર બ્રીજ, ૧૫૦ ફૂટ રિંગ રોડ પર રામદેવપીર ચોક ખાતે ફ્લાયઓવર બ્રીજ અને નિર્મળા કોન્વેન્ટ મેઇન રોડ પર ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર પ્રોજેક્ટ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા)ના AIIMS હોસ્પીટલને જોડતો ૩૦.૦૦ મી ૪-માર્ગીય ડી.પી. રોડ અને AIIMS હોસ્પીટલને જોડતા ૯૦.૦૦ મી ૬-માર્ગીય ડી.પી રોડને જોડતા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મવડી મેઇન રોડ પાસે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્લેક્ષ અને મોટામવા સ્મશાન પાસેના કાલાવડ રોડ પરનો બ્રીજ વાઇડનીંગ કરવાનું કામ (પાર્ટ-૧) તથા ભીમનગરથી મોટામવાને જોડતા બ્રીજ (પાર્ટ-ર) બનાવવાના કામનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત પ્રોજેક્ટ્સની વિગતો આ મુજબ છે.
-: લોકાર્પણ :-
v રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ્સ :-
(૧) ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-ઇન્ડિયા (GHTC-I) અંતર્ગત લાઈટહાઉસ પ્રોજેક્ટ
કેન્દ્ર સરકારશ્રી ના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજીથી આવાસો બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર દેશમાં પસંદગી કરવામાં આવેલ ૬ શહેરો પૈકી રાજકોટ એક છે. રાજકોટ શહેરના ટી.પી. સ્કીમ નં. ૩૨ (રૈયા), એફ.પી. ૬૩/૧૦, માં રૂ. ૧૧૮ કરોડના ખર્ચે EWS-II (૪૦.૦૦ ચો.મી.) પ્રકારના ૧૧૪૪ આવાસોનું નિર્માણ મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોમવર્ક ટેકનોલોજી થી કરવામાં આવેલ છે. જેમાં દરેક આવાસમાં ૨ રૂમ, લીવીંગ રૂમ, રસોડું, સંડાસ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવેલ છે. આ ઉપરાંત પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવેલ છે.
સદરહુ પ્રોજેક્ટની માહિતી નીચે મુજબ છે. |
||
ગ્રાન્ટ | : | GOI = રૂ. ૧.૫૦ લાખ પ્રતિ આવાસ
GOG = રૂ. ૧.૫૦ લાખ પ્રતિ આવાસ TIG (Technology Innovation Grant) by GOI = રૂ. ૪.૦૦ લાખ પ્રતિ આવાસ |
લાભાર્થીઓનો ફાળો | : | રૂ. ૩.૩૯ લાખ પ્રતિ આવાસ |
આવાસોનો પ્રકાર | : | EWS-II |
લોકેશન | : | ટી.પી. ૩૨ (રૈયા) એફ.પી. ૬૩/૧૦ – સ્માર્ટસીટી વિસ્તાર |
પ્લોટ એરિયા | : | ૩૯,૫૯૯ ચો.મી. (FP 63/10) (As per draft scheme)
૨૫,૦૨૪.૭૩ ચો.મી. જમીન પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામાં આવેલ છે. ૧૪,૫૭૪.૨૭ ચો.મી. જમીન ભવિષ્યમાં થનાર ડેવલપમેન્ટ માટે પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામાં આવશે. |
ટેકનોલોજી | : | ટનલ ફોમવર્ક ટેકનોલોજી |
કાર્પેટ એરિયા | : | ૪૦ ચો.મી. |
આવાસોની સંખ્યા | : | ૧૧૪૪ |
પ્રોજેક્ટ ટાઈમ લીમીટ | : | ૧ વર્ષ |
બિલ્ડીંગની સંખ્યા | : | ૧૧ |
ફ્લોરની સંખ્યા | : | P+૧૩ |
પ્રતિ ફ્લોર આવાસોની સંખ્યા | : | ૮ |
આવાસની સુવિધાઓ | : | આવાસમાં ૨ રૂમ, લીવીંગ રૂમ, રસોડું, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયા, રસોડામાં ગ્રેનાઈટ પ્લેટફોર્મ, પ્લેટફોર્મ નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ, પંખા, LED લાઈટ જેવી સુવિધાઓ
|
કોમન સુવિધાઓ | : | કોમન પેસેજ, ૨ પેસેન્જર લીફ્ટ, ૧ ફાયર લીફ્ટ, ઓવરહેડ અને અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી |
અન્ય સુવિધાઓ | : | પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ |
ટનલ ફોમવર્ક ટેકનોલોજીના ફાયદાઓ | 1. ઝડપી બાંધકામ
2. વ્યાજબી કિંમત 3. ઉચી ગુણવત્તા 4. ભૂકંપ પ્રૂફ
|
(૨) હોસ્પિટલ ચોક ખાતે ફોરલેન ટ્રાઈએંગલ ફ્લાયઓવર બ્રીજ
રાજકોટ શહેરના સૌથી ટ્રાફિક સર્કલ તરીકે ગણાતા હોસ્પિટલ ચોકમાં ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા માટે આ જગ્યાએ ફોરલેન ટ્રાઈએંગલ ફ્લાયઓવર બ્રીજ બનાવવામાં આવેલ છે. હયાત રસ્તાઓ ૨૪.૦૦ મીટર પહોળાઈના હોય, સર્વિસરોડ પુરતી પહોળાઈનો મળી રહે તે માટે બંને તરફ સરકારી તથા ખાનગી મિલકતો કપાત કરી જમીન મેળવી ૨૯.૦૦ મીટર પહોળાઈમાં સર્વિસરોડ સાથે બ્રીજ બનાવવામાં આવેલ છે.
સદરહુ પ્રોજેક્ટની માહિતી નીચે મુજબ છે.
૧ | પ્રોજેક્ટ ખર્ચ (રૂ. કરોડમાં) | : | રૂ. ૧૦૯.૬૭ |
૨. | બ્રીજની વિગતો | : | · ફોરલેન ફ્લાયઓવર બ્રીજ
· સર્વિસ રોડ – ૬.૦૦ મી. પહોળાઈ બંને તરફ, ફૂટપાથ યુટીલીટી ડક્ટ, સ્ટ્રોમ ગટર સાથે · જવાહર રોડ તરફ બ્રીજની લંબાઈ ૨૯૯.૦૦ મી., ૧:૨૮ ઢાળ · કુવાડવા રોડ તરફ બ્રીજની લંબાઈ ૪૦૦.૦૦ મી., ૧:૩૨ ઢાળ · જામનગર રોડ તરફ બ્રીજની લંબાઈ ૩૬૭.૦૦ મી., ૧:૩૫ ઢાળ · સેન્ટ્રલ ચોક – એવરેજ ૧૭.૦૦ મી. પહોળાઈ કેરેજ વે · હાઈટ – ગ્રાઉન્ડથી ૫.૫૦ મીટર · જામનગર રોડ તરફ – ૧૭ નંગ RCC પીયર · જવાહર રોડ તરફ – ૧૫ નંગ RCC પીયર · અમદાવાદ રોડ તરફ – ૧૮ નંગ RCC પીયર · સેન્ટ્રલ – ૧ નંગ RCC પીયર · સેન્ટ્રલ ચોક – ૨૦ નંગ RCC પીયર
|
(૩) નાનામવા ચોક ખાતે ફ્લાયઓવર બ્રીજ
૧૫૦ ફૂટ રીંગરોડ રાજકોટ શહેરના માધ્યમથી પસાર થાય છે અને ગોંડલ રોડ-જામનગર રોડને જોડતો ૪૫.૦૦ મીટર પહોળાઈનો મુખ્ય રસ્તો છે. આ રસ્તા ઉપર નાનામવા ચોકમાં ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા માટે આ જગ્યાએ BRTS કોરીડોરની બંને તરફ સ્પ્લીટ ફ્લાયઓવર બ્રીજ બનાવવામાં આવેલ છે. નાનામવા ચોક જંકશન પર ફ્લાય ઓવર બ્રીજનું નિર્માણ થતા ૧૫૦ ફૂટ રીંગરોડ પર અડચણ વગર વાહન ચાલકો ગોંડલ રોડ ચોકથી માધાપર ચોક-જામનગર રોડ સુધી અવિરત ઝડપ પરિવહન થઇ શકશે. જેથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થશે. તેમજ પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે. તેમજ પ્રદુષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
સદરહુ પ્રોજેક્ટની માહિતી નીચે મુજબ છે.
૧ | પ્રોજેક્ટ ખર્ચ (રૂ. કરોડમાં) | : | રૂ. ૪૦.૨૨ |
૨ | બ્રીજની વિગતો | : | · સ્પ્લીટ ફ્લાયઓવર બ્રીજ
· સ્ટાર્ટીગ પોઈન્ટ – ટ્વીન સ્ટાર બિલ્ડીંગ · એન્ડીંગ પોઈન્ટ – રિલાયન્સ મોલ · કુલ લંબાઈ – ૬૩૦ મીટર · પહોળાઈ ૨ X ૮.૪૦ મીટર (બે લેન) · હાઈટ – ગ્રાઉન્ડથી ૫.૫૦ મીટર · સ્લોપ – ૧:૩૦ · સર્વિસ રોડ – બંને બાજુ ૬.૦૦ મીટર તથા ફૂટપાથ, બ્રીજ નીચે પાર્કિંગ સુવિધા · કુલ ૨૬ નંગ (૧૩ X ૨) RCC પીયર · મુખ્ય ચોક – ૪૫.૦૦ મીટર સ્પાન સ્ટીલગર્ડર
|
(૪) રામદેવપીર ચોક ખાતે ફ્લાયઓવર બ્રીજ
૧૫૦ ફૂટ રીંગરોડ રાજકોટ શહેરના માધ્યમથી પસાર થાય છે અને ગોંડલ રોડ-જામનગર રોડને જોડતો ૪૫.૦૦ મીટર પહોળાઈનો મુખ્ય રસ્તો છે. આ રસ્તા ઉપર રામદેવપીર ચોકમાં ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા માટે આ જગ્યાએ BRTS કોરીડોરની બંને તરફ સ્પ્લીટ ફ્લાયઓવર બ્રીજ બનાવવામાં આવેલ છે. નાનામવા ચોક જંકશન પર ફ્લાય ઓવર બ્રીજનું નિર્માણ થતા ૧૫૦ ફૂટ રીંગરોડ પર અડચણ વગર વાહન ચાલકો ગોંડલ રોડ ચોકથી માધાપર ચોક-જામનગર રોડ સુધી અવિરત ઝડપ પરિવહન થઇ શકશે. જેથી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થશે. તેમજ પરિવહન સમય, ઇંધણ ખર્ચમાં ઘટાડો થશે. તેમજ પ્રદુષણમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.
સદરહુ પ્રોજેક્ટની માહિતી નીચે મુજબ છે.
૧ | પ્રોજેક્ટ ખર્ચ (રૂ. કરોડમાં) | : | રૂ. ૪૧.૧૨ |
૨ | બ્રીજની વિગતો | : | · સ્પ્લીટ ફ્લાયઓવર બ્રીજ
· સ્ટાર્ટીગ પોઈન્ટ – ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન · એન્ડીંગ પોઈન્ટ – વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી બિલ્ડીંગ સુધી · કુલ લંબાઈ – ૬૩૦ મીટર · પહોળાઈ ૨ X ૮.૪૦ મીટર (બે લેન) · હાઈટ – ગ્રાઉન્ડથી ૫.૫૦ મીટર · સ્લોપ – ૧:૩૦ · સર્વિસ રોડ – બંને બાજુ ૬.૦૦ મીટર તથા ફૂટપાથ, બ્રીજ નીચે પાર્કિંગ સુવિધા · કુલ ૨૮ નંગ (૧૪ X ૨) RCC પીયર · મુખ્ય ચોક – ૪૫.૦૦ મીટર સ્પાન સ્ટીલગર્ડર
|
(૫) નિર્મળા કોન્વેન્ટ મેઇન રોડ પર ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર
શહેરમાં નિર્મળા રોડ, કોટેચા ચોક પાસે (કાલાવડ રોડ) ઉપર આવેલ ફાયર બ્રિગેડ સ્ટેશનનું અંદાજીત ૨૫ વર્ષ પૂર્વ બાંધકામ કરવામાં આવેલ છે. રાજકોટ શહેર ખૂબ જ ઝડપથી વિકાસ પામી રહેલ હોય, અને હાલમાં શહેરમાં સમાવિષ્ટ થયેલ નવાં વિસ્તારોની જરૂરીયાતને ધ્યાને લેતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નવી મોર્ડન સુવિધાઓ સાથે ફાયર સ્ટેશન તથા સ્ટાફ કવાટરનું નિર્માણ કરવાનું નકિક કરવામાં આવેલ. જેનો વર્ષ ર૦૧૯-ર૦ર૦ નાં બજેટમાં સમાવેશ કરવામાં આવેલ.
નવાં ફાયર સ્ટેશનમાં ફાયરને લગત વાહનોનું પાર્કિંગ તથા ૮૫.૦૦ મીટર ઉંચાઇ સુધી ફાયર ફાયટર કામ કરી શકે, તે મુજબની સુવિધાવાળું હાઇડ્રોલીક સીસ્ટમવાળા ફાયર ફાયટરનાં પ્લેટફોર્મનો સમાવેશ થયેલ છે. જેની ખરીદી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ કરવામાં આવેલ છે.
જેની વિગતો નીચે મુજબ છે.
Ø પ્લોટનું ક્ષેત્રફળ – ૨૨૪૫.૦૦ ચોરસ મીટર
Ø બાંધકામ ક્ષેત્રફળ – ૪૭૦૮.૦૦ ચોરસ મીટર
Ø પ્રોજેક્ટ ખર્ચ – રૂા.૯,૫૨,૨૩,૦૦૦/-
Ø ગ્રાઉન્ડ ફ્લોર – ફાયર બ્રિગેડના વાહનો તથા ગેરેજની સુવિધા (ડબલ હાઈટ-૬ નંગ), કંટ્રોલ રૂમ, સ્ટોર રૂમ, સર્વિસ એરિયા, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ એરિયા, તથા સીડી રૂમ અને બે લીફ્ટની સુવિધા.
Ø પ્રથમ માળ – સ્ટેશન ઓફિસરની ઓફિસ, સ્ટાફ રૂમ, માલ-સામાન રૂમ તથા સીડી રૂમ અને બે લીફટની સુવિધા.
Ø બીજા થી છઠૃો માળ – બે બેડરૂમ, હોલ, કિચન, બે ટોઇલેટ, વોશીંગ એરીયા તથા સીડી રૂમ અને બે લીફટની સુવિધા. (૩૦-યુનીટ)
Ø સાતમો માળ – ત્રણ બેડ રૂમ, હોલ કીચન, ત્રણ ટોઇલેટ, વોશીંગ એરીયા તથા સીડી રૂમ અને બે લીફટની સુવિધા. (ર-યુનિટ)
-: લોકાર્પણ :-
v રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના પ્રોજેક્ટ્સ
(૧) AIIMS હોસ્પીટલને જોડતો ૩૦.૦મી ડી.પી. રસ્તાની ૪-માર્ગીય રસ્તાનુ કામ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વ્રારા સરકારશ્રી દ્વ્રારા હાથ ધરવામાં આવેલ AIIMS હોસ્પીટલની કામગીરીને ધ્યાને લઇ પરાપીપળીયા(જામનગર) રોડથી રાજકોટ મહાનગર પાલિકાની હદ સુધીનાં AIIMS હોસ્પીટલને જોડતા રૂડા વિસ્તારનાં ૩૦.૦ મી ડી.પી. રસ્તાની ૧(એક) મેજર બ્રીજ સાથે ૪-માર્ગીય ડામર રસ્તાનું કામ રકમ રૂ. ૧૩.૪૩ કરોડનાં ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે. સદર રસ્તાની લંબાઇ ૨.૦ કી.મી અને ૧૮.૦મી ( ૭.૫૦ મી બંને બાજુ ડામર તથા ૧.૦+૧.૦ મી સાઇડ શોલ્ડર) અને રસ્તાની વચ્ચે ૧.૦મી મીડીયન રાખવામાં આવેલ છે. સદર રસ્તાની કામગીરીથી જામનગર રોડને સમાંતર રસ્તો મળી રહેશે અને AIIMS હોસ્પીટલને પરાપીપળીયા (જામનગર) રોડ તરફથી વધારાની કનેક્ટીવીટી મળશે.
સદર રસ્તાથી ખંઢેરી રેલ્વે સ્ટેશનથી AIIMS હોસ્પીટલ સુધી દર્દીઓની અવર-જવર માટે તથા પરાપીપળીયા રોડથી AIIMS હોસ્પીટલ જવા સદર રસ્તો ખુબજ ઉપયોગી થશે.
(૨) AIIMS હોસ્પીટલને જોડતા ૯૦.૦મી ડી.પી રસ્તાની ૬-માર્ગીય ડામર રસ્તાનુ કામ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વ્રારા સરકારશ્રી દ્વ્રારા હાથ ધરવામાં આવેલ AIIMS હોસ્પીટલની કામગીરીને ધ્યાને લઇ રાજકોટ મહાનગર પાલિકાની હદથી AIIMS હોસ્પીટલ સુધી રૂડા વિસ્તારનાં ૯૦.૦ મી ડી.પી. રસ્તાની ૬-માર્ગીય ડામર રસ્તાનું કામ રકમ રૂ.૧૨.૩૭ કરોડનાં ખર્ચે પુર્ણ કરવામાં આવેલ છે. સદર રસ્તાની લંબાઇ ૨.૬૮૫ કી.મી અને પહોળાઇ ૨૪.૦મી ( ૧૦.૫૦ મી બંને બાજુ ડામર તથા ૧.૦+૧.૦ મી સાઇડ શોલ્ડર) તેમજ રસ્તાની વચ્ચે ૧.૦મી મીડીયન રાખવામાં આવેલ છે. સદરહું રસ્તાથી AIIMS હોસ્પિટલને જામનગર રોડ તથા પરાપીપળીયા રોડ તરફથી કનેક્ટીવીટી મળી રહેશે.
સદર રસ્તાની કામગીરીથી ખંઢેરી રેલ્વે સ્ટેશન તથા બહારથી આવતા દર્દીઓને AIIMS હોસ્પીટલ સુધી પહોંચવામાં સરળતા પ્રાપ્ત થશે.
-: ખાતમુહૂર્ત :-
v રાજકોટ મહાનગરપાલિકાના પ્રોજેક્ટ્સ :-
(૧) મવડી મેઇન રોડ પાસે ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ
Ø પ્લોટનું ક્ષેત્રફળ – ૧૧૮૩૧.૦૦ ચો.મી.
Ø બાંધકામ ક્ષેત્રફળ – ૯૫૦૦.૦૦ ચો.મી.
Ø બાંધકામનું અંદાજિત ખર્ચ – રૂા.૨૨.૩૩ કરોડ
ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ (ગ્રાઉન્ડ + ૧ માળ)
Ø ઓપન ગ્રાઉન્ડઃ-
o પાર્કિંગ ની સુવિધા
o ટેનિશ (TENNIS) ની રમત માટેના બે ટેનિશ કોર્ટ