દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૪/૧૦/૨૦૨૨ થી ૧૬/૧૦/૨૦૨૨ની શહેરમાં કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ: ૦૪/૧૦/૨૦૨૨ થી ૧૬/૧૦/૨૦૨૨ ની શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. જેમ કે, રસ્તા પર નડતર ૭ રેંકડી-કેબીનો ફુલછાબ ચોક,  જ્યુબેલી ,પુષ્કરધામ મેઈન રોડ, નાનામૌવા ચોક, પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય ૨૭ પરચુરણ ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી જે નાનામવા મેઇન રોડ, પુષ્કરધામ મેઇન રોડ, પરથી  જપ્ત કરવામાં આવી હતી, ૩૧૨ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને  પુષ્કરધામ મેઈન રોડ, પરથી જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ૧,૬૭,૦૦૦/-વહીવટી ચાર્જ જીવરાજપાર્ક સાધુવાસવાણી રોડ,ગાયત્રીનગર મેઇન રોડ,જ્યુબેલી ચોક, હેમુદસ્તુર માર્ગ, પેલેસ રોડ ભુપેંદ્ર રોડ, કરણસિંહજી રોડ,કેસરી પુલ પરથી વસુલ કરવામાં આવ્યો હતો, રૂ.૧૪,૯૪,૦૬૦/- મંડપ ચાર્જ જે મવડી, સ્પિડવેલ પાર્ટી પ્લોટ, યુનિ.રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, આત્મિય કોલેજ કાલાવડ રોડ, એજી ચોક, જે.કે.ચોક,કુવાડવા રોડ, કોઠારીયા રોડ, રૈયા રોડ, સત્યસાંઈ રોડ, પંચાયત ચોક, યાજ્ઞિક રોડ, હેમુદસ્તુર માર્ગ, પાસેથી વસુલ કરવામાં આવ્યો હતો અને ૧,૮૨૨ બોર્ડ-બેનર તે પંચાયત ચોક, મહીલા કોલેજ, કોટેચા ચોક, યાજ્ઞિક રોડ, હેમુગઢવી હોલ કોઠારીયા રોડ, ગોંડલ રોડ પરથી જપ્ત કરવામા આવ્યા હતા.

Related posts

Leave a Comment