હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાનાં યુવાઓને રોજગાર અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી-જૂનાગઢ દ્વારા વિદ્યાર્થીઓના કારકિર્દી ધડતરના ભાગરૂપે સરકારી ગર્લ્સ હાઇસ્કુલ–કેશોદ ખાતે “કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં રોજગાર કચેરી સેવાઓ જેવી કે નવી નામ નોંધણી, રીન્યુઅલ, અપડેશન વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓ જેવી કે ઓદ્યોગિક ભરતી મેળા,સ્વરોજગાર શિબિર,કારકિર્દી માર્ગદર્શન ,આર્મી નીવાસીતાલીમ યોજના,કાઉન્સેલિંગ તેમજ રિઝયુમ કેમ બનાવવું ?ઈન્ટરવ્યું ના પ્રકારો અને જીલ્લાની વિવિધ તાલીમી સંસ્થાઓ વિષે સેમીનારમાં વિદ્યાર્થીઓને માહિતી અને માર્ગદર્શન રોજગાર કચેરીના કાઉન્સેલર શ્રી એસ.ડી.યાદવ દ્વારા આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રોજગાર અધિકારી શ્રી ડી.એ.પરમારના માર્ગદર્શન હેઠળ થયેલ હતું.
