પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમનો હું બિયરણો લેવા માટે ઉપયોગ કરું છું: ભરતભાઇ કણજારીયા (લાભાર્થી ખેડૂત)

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગર સહિત દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી લોકોને સરકારની ૧૭ જેટલી યોજનાઓના લાભો ઘર આંગણે આપવામાં આવી રહ્યા છે. અને સમજૂતી પણ આપવામાં આવી રહી છે. જામનગર તાલુકાના બેડ ગામના પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂત ભરતભાઇ કણજારીયા જણાવે છે કે, આ યોજનાનો લાભ મને મળતા દર વર્ષે રૂ.૬૦૦૦ની સહાય રૂ.૨૦૦૦ના ત્રણ હપ્તા દ્વારા સીધી મારા બેન્ક એકાઉન્ટમાં સરકાર દ્વારા જમા કરવામાં આવે છે. આ પૈસાનો હું ખેતી માટે ઉપયોગી સાધનો, બિયારણ, જંતુનાશક દવાઓ લેવા માટે કરું છું. તે બદલ હું વડાપ્રધાન નો આભાર વ્યક્ત કરું છું. આપણે આપણી આજુબાજુના લોકોને પણ સરકારની યોજનાના લાભો વિષે સમજૂતી આપવી જોઈએ. જેથી કરીને તેઓ પણ સરકારની યોજનાઓ થકી લાભાન્વિત થાય.

 

 

Related posts

Leave a Comment