મહિલાઓને આશ્રય, તબીબી સવલત, કાઉન્સેલીંગ, કાયદાકીય સહાય સહિતની સુવિધા ઉપલબ્ધ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

  તા.૦૧, કોરોના મહામારીના વિકટ સમયમાં પણ વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટર ચોવીસ કલાક કાર્યરત છે. ગીર સોમનાથ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્રારા હિંસાથી પીડિત મહિલાઓની નિ:શૂલ્ક સેવા માટે સખી વન સ્ટોપ સેન્ટર હાલમાં બી.આર.સી.ભવન વેરાવળ ખાતે કાર્યરત છે. ત્યાં મહિલાઓને ધર્મ-જાતિ કે સંસ્કૃતિના કોઈપણ પ્રકારના ભેદભાવ વગર નિ:શૂલ્ક સેવા આપવામાં આવી રહી છે. મહિલા સબંધિત ગુના જેવા કે ઘરેલુ હિંસા, દહેજની માંગણી, જાતીય સતામણી સહિતના પ્રશ્રો માટે સમાધાન અને સહાય પુરી પાડવામાં આવે છે.

સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા પીડિત મહિલાઓને પાંચ દિવસ સુધી હંગામી આશ્રય, તબીબી સવલત, કાઉન્સેલીંગ, કાયદાકીય સહાય, પોલીસ સહાય, ૧૮૧ મહિલા અભિયમની એક જ સ્થળે થી નિ:શૂલ્ક સેવા આપવામાં આવે છે. ઉપરાંત પીડિત મહિલા સાથે તેમની સગીર અને પુખ્ત વયની પુત્રીઓને પણ આશ્રય આપવામાં આવે છે. તથા ૮ વર્ષની ઉંમર સુધીના પૂત્ર પણ તેમની સાથે રહી શકે છે. સખી વન સ્ટોપ સેન્ટરમાં ૪૬૭ કેસો આવેલા છે. આ સેન્ટર દ્રારા પીડિત મહિલાઓને મદદ, રક્ષણ અને સલામતીની સાથે સમાધાન અને ન્યાય આપવામાં આવેલ છે. જેથી ઘણી મહિલાઓ આજે સુખદ જીંદગી જીવી રહ્યા છે. તેમ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment