ઇણાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ,

તા. -૩૦, જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજના અંતર્ગત અધિકારીઓની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી આદર્શ ગામમાં સમાવેશ થયેલ ગામોમાં વિકાસના કામો કરવામાં આવશે. સ્થાનિક કક્ષાએથી નક્કી કરવામાં આવેલ કામોનું સ્થળ નિરિક્ષણ કરવા સબંધિત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગામ યોજનામાં ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના હસનાવદર, સુત્રાપાડા તાલુકાના કડસલા અને કોડીનાર તાલુકાના નાનાવાડા ગામની પસંદગી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પસંદ થયેલ ગામ દીઠ રૂા. ૨૦ લાખના ખર્ચે વિકાસના કામો કરવામાં આવશે. આ તકે નાયબ નિયામક (અ.જા.ક.) એ.જે.ખાચર, સમાજ સુરક્ષા અધિકારી મોર્યા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર :  તુલસી ચાવડા, ગીર-સોમનાથ

Related posts

Leave a Comment