જેતપુરના દેરડી રોડ પર ભાદરનદીના બિસ્માર પુલ પર પડેલા ખાડાઓ નગરપાલિકા દ્વારા સિમેન્ટ-કોંક્રિટ વડે પુરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

રાજકોટ જીલ્લાના જેતપુર શહેરથી દેરડીની ધાર, દેરડી, મોણપર, સહિતના ગામોને જોડતા રોડ પર આવેલ ભાદર નદી પર આવેલ બેઠો પુલ તદ્દન બિસ્માર હાલતમાં છે, ચોમાસાની ઋતુ દરમિયાન અવારનવાર ભાદરનદીમાં પુર આવવાને કારણે આ પુલ ડૂબી જાય છે અને જેતપુર શહેરથી દેરડી રોડ, દેરડી, મોણપર, ખંભાલીડા તરફ જવા માટે અન્ય રસ્તાનો સહારો લેવો પડે છે તેમજ દેરડીની ધારે આવેલ આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહી ચાંપરાજપુર, સારણના પુલ સહિતના વિસ્તારમાં કામ કરતા કામદારો એ આઠેક કિલોમીટર ફરીને આવનજાવન કરવા માટે મજબુર બને છે. સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ પુલની મરામત કરાવવામાં તંત્ર ઉદાસીન છે. અંદાજે ૨૫૦ મીટર લાંબા પુલ પર બન્ને બાજુ રેલિંગ પણ ન હોવાના કારણે અકસ્માતે વહેતા પાણીમાં પડી જવાનો ભય રહે છે. આ બિસ્માર પુલ પર એકટીવા સ્લીપ થવાને કારણે ગત રોજ એક યુવાન અકસ્માતે નદીમાં ખાબકતા પાણીમાં ગરકાવ થયો હતો. અવારનવાર આ રસ્તા પર પડેલા ખાડાઓ રસ્તાનું સમારકામ કરતા સ્થાનિકો દ્વારા આજે સવારે પણ પુલ પર પડેલા ખાડાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા દ્વારા જેતપુર-નવાગઢ નગરપાલિકાનું ધ્યાન દોરવામાં આવતા નગરપાલિકા દ્વારા આ રસ્તા પર પડેલા ખાડાઓમાં સિમેન્ટ-કોંક્રિટથી ખાડાઓ પુરવામાં આવ્યા હતા. જોકે આ રોડનું સમારકામ કરવાની જવાબદારી આર એન્ડ બી વિભાગની હોય, આર એન્ડ બી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. સ્થાનિકોના મત મુજબ આ રસ્તા પરથી દેરડીની ધાર, દેરડી, મોણપર તરફ જતા વાહનો, આજુબાજુના કારખાનાઓના વાહનો, ખનીજનું વહન કરતા ભરખમ ટ્રક, ટ્રેક્ટર વગેરે મળી રોજ હજારો વાહનો આવનજાવન કરતા હોય આ પુલની ઊંચાઈ વધારવામાં આવે તો સ્થાનિકોને નદીમાં પુર આવવાના સમયે પડતી તકલીફથી કાયમી છુટકારો મળી શકે તેમ છે.

અહેવાલ : અમૃત સિંગલ, જેતપુર

Related posts

Leave a Comment