ગીર સોમનાથના સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામે આરો પ્લાટ લઈને ગ્રામજનો વિરોધ

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ,

ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડાના વડોદરા ઝાલા ગામમાં ગૌચરની જમીનમાં આરઓ પ્લાન્ટ નાંખવા મુદ્દે ગ્રામજનો છેલ્લા દસ દિવસથી આંદોલન કરી રહ્યા છે ત્યારે બે દિવસ પહેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી છે.

છેલ્લા 10 દિવસથી ગામના પુરુષો અને મહિલાઓ ગૌસરની જમીન ન આપવા આંદોલન કરી રહ્યા છે તો બીજી બાજુ નેતાઓ કોઈ પણ ગ્રામજનોના વ્હારે નથી આવ્યા ત્યારે ગામની મહિલા દ્વારા ગીરસોમનાથ જિલ્લાના નેતાઓ ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે. જેમાં તાલાળા પૂર્વ ધારાસભ્ય ગોવિદ પરમાર હોસ્પિટલમાં હોવાનું જણાવી રહ્યા છે. જયારે પૂર્વ મંત્રી જસા બારડ પણ કોરોના થયો હોવાથી હોસ્પિટલ હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા કલેકટર સાથે મળી આગળનું કામ કરવા કહી રહ્યા છે પણ એક મહિલાએ ગીરસોમનાથ જિલ્લાના તમામ નેતાઓને ઉઘાડા પડ્યા છે. હાલ સોસીયલ મીડિયામાં મહિલાએ નેતાઓ સાથે કરેલી વાતચીતનો ઓડિયો વાઈરલ થયો છે છેલ્લાં 10 દિવસથી મહિલાઓ આંદોલન કરી રહી છે.

વડોદરાના ઝાલા ગામામાં સરકાર દ્વારા ગૌચરની જમીન પર આર ઓ પ્લાન્ટ સ્થાપવા સામે ગ્રામજનો વિરોધ કરી રહયાં છે. ગ્રામ પંચાયતના વિરોધ છતાં તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જમીનનો કબ્જો સંભાળવા કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી. ગ્રામપંચાયત દ્વારા સર્વાનુમતે ઠરાવ પસાર કરી વિરોધ નોંધાવેલી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત હસ્તક ગોચરની જમીન મર્યાદિત છે અને તેમાં પણ સરકાર ગૌચરની જમીન સંપાદન કરે તો ગામના પશુધન ના નિભાવ માટે મોટી મુશ્કેલી સર્જાય તેમ છે. આજે સવારે અધિકારીઓ પોલીસના કાફલા સાથે જમીનનો કબ્જો કરવા માટે ગામમાં પહોંચ્યાં હતાં. લોકોએ કાર્યવાહીનો વિરોધ કરતાં પોલીસ સાથે ચકમક ઝરી હતી. આરઓ પ્લાન્ટ બનાવવા માટે જમીન સંપાદનની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે ત્યારે લોકોમાં પણ વિરોધ વધી રહયો છે.

રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment