ગીર-સોમનાથ જિલ્લા/તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અને નગરપાલિકા ચૂંટણીમાં ૨૧૩૨ ઇ.વી.એમ.ની ફાળવણી

જિલ્લા/તાલુકા પંચાયતના ૮૧૬ મતદાન મથકો ઉપર ૧૮૮૧ અને નગરપાલિકાના ૨૧૬ મતદાન મથક ઉપર ૨૫૧ ઇ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ

       ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરી નાં રોજ સ્થાનિક સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ યોજાશે. જે અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામા ૨૧૩૨ ઇ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી છે. જેમાં જિલ્લા/તાલુકા પંચાયતના ૮૧૬ મતદાન મથકો ઉપર ૧૮૮૧ અને નગરપાલિકાના ૨૧૬ મતદાન મથક ઉપર ૨૫૧ ઇ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી છે.

        જિલ્લા/તાલુકા પંચાયતના મતદાન મથકોમાં ઇ.વી.એમ.ની ફાળવણીમાં વેરાવળ તાલુકાના ૧૨૮ મતદાન મથકો માટે ૨૯૫, તાલાળા તાલુકાના ૧૦૬ મતદાન મથકો માટે ૨૪૫, સુત્રાપાડા તાલુકાના ૧૦૬ મતદાન મથકો માટે ૨૪૫, કોડીનાર તાલુકાના ૧૭૩ મતદાન મથકો માટે ૩૯૮, ઉના તાલુકાના ૧૭૫ મતદાન મથકો માટે ૪૦૩ અને ગીરગઢડા તાલુકાના ૧૨૮ મતદાન મથકો માટે ૨૯૫ ઇ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી છે.

 ઉપરાંત નગરપાલિકામાં વેરાવળમાં ૧૩૦ મતદાન મથકોમાં ૧૫૦, ઉનામાં ૪૫ મતદાન મથકોમાં ૫૨, તાલાળામાં ૧૮ મતદાન મથકોમાં ૨૧, સુત્રાપાડામાં ૧૮ મતદાન મથકોમાં ૨૧ અને કોડીનારમાં ૫ મતદાન મથકોમાં ૭ ઇ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી છે. આમ કુલ ૨૧૩૨ ઇ.વી.એમ. મશીનની ફાળવણી કરવામાં આવી છે.  ઇ.વી.એમ.નું ફસ્ટ લેવલ ચેકીંગ અને પ્રિપેરેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. તેમ ચૂંટણી શાખાની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment