પાલનપુર ના કુંભલમેર ગામ માં કૌટુંબિક ઝઘડામાં મહિલા ને માર મારતા ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ..

હિન્દ ન્યૂઝ, પાલનપુર,

  બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મૂળ વતની લખુબેન શિવરામભાઈ પટેલ જે હાલ પાલનપુર ના બેચરપુરા ની વૃંદાવન સોસાયટીમાં રહે છે. જેઓ એ કુટુંબીક ઝગડા માં ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પરિવાર સાથે કુંભલમેર પોતાના વતનને ગયા ત્યાંથી પોતાના ખેતર માં ગયા હતા. ત્યારે તેમના જેઠ લાલજીભાઈ હીરાભાઈ વાગડોદા પોતા ના પસુ બાંધવાના ખરાબા માં હાજર હતા અને તેવોએ બે દિવસ પહેલા અમારા સાસુ ને માર્યા હતા. પરંતુ શગા માં પોલીસ ફરિયાદ કોણ કરે તેવું માની પોલીસ ફરિયાદ ન કરી. જેથી તેમને તેમના જેઠ ને ઠપકો આપતા લાલજીભાઈ, અમૃતભાઈ, ગીતાબેન, નરસિંહ ભાઈ ભેગા મળીને ઉશ્કેરાઈ જયી લાલજીભાઈ એ લોખંડ ની દંતાલી વડે માથા ના ભાગે મારતા માથા માંથી લોહી વહેવા લાગ્યું હતું. જેમાં મારા પતિ આવી જતા તેમણે ગડદાપાટુંનો માર માર્યો હતો. અને આ લોકો ભેગા મળીને અમારા પરિવાર ને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ચાલ્યા ગયા અને અમે પાલનપુર સીવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ગયેલ અને ગઢ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસ આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.

રિપોર્ટર : પ્રફુલ ગોહિલ, પાલનપુર

Related posts

Leave a Comment