છાપી રીક્ષા ચાલકો ની મુલાકાત લેતા ગુજરાત ઓટો રીક્ષા ફેડરેશન ના હોદેદારો

હિન્દ ન્યૂઝ, છાપી,

 વડગામ તાલુકાના છાપી હાઈવે ખાતે ગુજરાત ઓટો રીક્ષા ફેડરેશન દ્વારા રીક્ષા ચાલકો ને પડતી હાલાકી ઓ ને લઈ એક મિટીગ નું આયોજન કરાયું હતું. જેમાં રીક્ષા ચાલકો ના મુળભુત પ્રશ્ર્નો નો ને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. છાપી તથા આજુબાજુના વિસ્તારમાં રીક્ષા ચલાવી પોતાનું પેટીયુ રળતા તમામ લોકોને પડતી હાલાકીઓ ની વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. જેમાં ગુજરાત ઓટો રીક્ષા ફેડરેશન ના પ્રમુખ જ્યંતિભાઈ પ્રજાપતિ તથા મહામંત્રી સાજીદ મકરાણી, પ્રવક્તા ઈમ્તિયાજભાઈ બનાસ ડેરી ના ડિરેક્ટર ફલજીભાઈ ચૌધરી, છાપી રીક્ષા યુનિયન ના પ્રમુખ શુરેશભાઈ ગૌસ્વામી , છાપી ગ્રામપંચાયત સરપંચ ભરતભાઈ ચૌધરી હાજર રહી રીક્ષા ચાલકો ના પ્રશ્ર્નો નું નિરાકરણ આવે અને સ્વમાનભેર પોતાનો ધંધો રોજગાર ચલાવે એ તરફ પગલાં ભરાયા હતા. છાપી હાઈવે તથા ગામ માં રીક્ષા સ્ટેન્ડ ને લઇ વહેલા માં વહેલા તકે સ્ટેન્ડ બને તે માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી ફેડરેશન ના પ્રમુખ દ્વારા ખાત્રી આપવામાં આવી હતી કે તમારા કોઈપણ પ્રશ્ર્ન નું સચોટ નિરાકરણ લાવવામાં આવશે. આ મિટીગ માં છાપી ના રીક્ષાચાલકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. જેમાં છાપી રીક્ષા એસોસિએશન દ્વારા આવેલ મહેમાનો અને પત્રકાર મિત્રો નું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

અહેવાલ : ખુશાલભાઈ ચોરાસિયા, છાપી

Related posts

Leave a Comment