દિયોદર ખાતે સફાઈ  કામદારો ની દિલ ધડક કામગીરી

દિયોદર,

એક બાજુ કોરોના વાઇરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે. જેમાં આવા સમયે જિલ્લા ના અનેક વિસ્તાર માં સારો વરસાદ પણ થયો છે ત્યારે આજે કેમેરા માં કેદ થયેલ તસ્વીર આમ તો ઘણું બધું કહી જાય છે. દિયોદર હાઇવે વિસ્તાર પર ગટર લાઇન માં વરસાદી પાણી ના નિકાલ માટે ગ્રામ પંચાયત ના સફાઈ કર્મચારીઓ દ્વારા દિલ ધડક કામગીરી કરવામાં આવી રહી છે.

 

જેમાં એક બાજુ કોરોના વાઇરસ ની મહામારી છે. જેમાં કોરોના ના યોદ્ધા તરીકે જેમને આપણે સન્માન કરીએ છે તેવા સફાઈ કામદારો પણ ગામ ને સ્વચ્છ રાખવા માટે કેટલી મહેનત કરતા હોય છે. જેમાં આજે કેમેરા માં કેદ થઈ ગયેલ તસ્વીર માં એક ગ્રામ પંચાયત ના સફાઈ કામદાર ની છે. જે આજે પણ પરિસ્થિતિ માં પોતાની ફરજ નિષ્ઠા પૂર્વક નિભાવતા હોય છે. જેમાં આજે તેમની કામગીરી જોઈ સહુ કોઈ લોકો એ કામગીરી વખાણી હતી અને આવા સમયે પણ પોતાના પરિવારજનો ની ચિંતા કર્યા વગર પોતાની ફરજ નિભાવી રહયા છે. તેવા કર્મચારીઓ ને વંદન છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment