બનાસકાંઠાના લાખણી તાલુકાના મડાલ ગામના સરપંચ દ્વારા મડાલ થી દેતાલ ડુવા અને મડાલ થી ડોડીયા એક ગામથી બીજા ગામે જોડતો રસ્તો પાકો બનાવવા બાબતે કરી લેખિત રજૂઆત

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા

મડાલ થી દેતાલ ડુવા એક ગામ થી બીજા ગામનને જોડતો રસ્તો ખુબજ રેતાળ અને ભારે માર્ગ હોવાથી મડાલ પ્રાથમિક શાળામાં અને સરકારી હાઈસ્કુલમાં ભણતા વિદ્યાર્થીઓને તેમજ ગામમાં ડેરી દૂધ ધરાવતા લોકોને રેતાળ રસ્તામાં ચાલતા તેમજ વાહનો લઇને જવા માં ખુબજ અગવડતા પડે છે અને મડાલ ગામે સરકારી દવાખાનું તેમજ પોસ્ટ ઓફિસ અને સરકારી હાઇસ્કૂલ આવેલી હોવાથી દેતાલ થી મડાલ આવવા માટે ખૂબ જ અગવડતા પડે છે તેમજ મડાલ થી ડોડીયા એક ગામથી બીજા ગામે જોડતો રસ્તો ખૂબ જ રેતાળ અને ભારેખમ છે. સબાજી ગોળીયા પ્રાથમિક શાળા આવેલ છે.

તો આ રસ્તો ખૂબ અગવડતા ભર્યો છે અને વિદ્યાર્થીઓ અને મડાલ ગામના લોકો ડેરીએ દૂધ ભરાવતા ખૂબ જ અગવડતા અને મશ્કેલીઓ ભોગવી રહ્યા છે. તો આ બંને રસ્તાઓ ધ્યાનમાં લઈને તાત્કાલિક પાકા રસ્તા નું કામ શરુ કરવા બંને ગામના ગામલોકો ની માંગ ઉઠવા પામી છે. આ બાબતે મડાલ સરપંચ મકવાણા હેમીબેન શાંતિજી ના હસ્તે લેખિત રજૂઆત કરવાં માં આવી.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, બનાસકાંઠા

Related posts

Leave a Comment