હિન્દ ન્યૂઝ, સુરત
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત ખાતે 24 કલાક સતત ચાલેલ રક્તદાન શિબિર માં 920 યુનીટ રક્ત એકત્ર થયું. 24 કલાક કાર્યક્રમમાં 211 વ્યક્તિઓએ આપી ભાવાંજલિ. ઘનશ્યામ સુદાણી નામના યુવાને 92 કલાક દોડી આપી શ્રદ્ધાંજલિ. ગુજરાતની પ્રજાને પિતાતુલ્ય પ્રેમ સાથે સુશાસન આપનાર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ને સુરત ખાતેથી વિશેસભાવ અને આયોજન સાથે વિક્રમી ભાવાંજલિ આપવામાં આવી છે. સર્વ જ્ઞાતિ સામાજ પ્રેરિત કેશુભાઈ પટેલ શ્રદ્ધાંજલિ આયોજન સમિતિ સુરત તરફથી વરાછા રોડ, સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે 24 કલાક સતત રક્તદાન, ભાવાંજલિ અને જીવન પ્રદશિનીય આયોજન કરવામાં આવ્યુ હતું. કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને રાજ્યના આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણી અને કેશુભાઈ પટેલના પરિવારજનોની હાજરીમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શુભારંભ થયો હતો. તા. 7/11/2020, શનિવારે સાંજે 6 કલાકે થી તા. 8/11/2020, રવિવાર સાંજે 6 કલાકે સુધી અખંડ 24 કલાક ચાલેલા આ કાર્યક્રમમાં ગુજરાતીની પ્રજાએ “બાપા” ને અનહદ પ્રેમ સાથે ભાવાંજલિ પાઠવી હતી. કેશુભાઈ પટેલ ના નાના દીકરા ભરતભાઈ તથા દીકરી સોનલબેન અને પરિવાર કેશુભાઇ પટેલની ભાવાંજલી ના સાક્ષી બન્યા હતા. ભરતભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આ મારા પિતાને જે લાગણીથી ભાવાંજલિ આપી છે. ગુજરાતે જે પ્રેમ આપ્યો છે.
પ્રમુખ કાનજીભાઈ આર.ભાલાળા, ઉપપ્રમુખ સવજીભાઈ કે.વેકરીયા, ખજાનચી મનહરભાઈ જે.સસપરા, મંત્રી અરવિંદભાઈ પી.ધડુક, સહમંત્રી કાંતિલાલ એચ.ભંડેરી, કો. ઓડીનેટર હરિભાઈ આર. કથીરિયા, કો -ઓડીનેટર રમેશભાઈ એન.વઘાસીયા. વધુમાં કેશુભાઈ પટેલ જેવા માણસો હવે મળવા મુશ્કેલ છે. કોઠાસૂઝથી કરેલ કામગીરી કદી ભૂલી શકાશે નહિ. આ પ્રતિભાવ સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા એ દાદાને ભાવાંજલિ અર્પણ કરી હતી. સુરતના પ્રથમ નાગરિક ડૉ. જગદીશભાઈ પટેલ સુરત શહેર વતી પૂર્વ મુખ્યામંત્રી કેશુભાઈ પટેલને શબ્દાંજલિ અર્પણ કરી હતી. આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણી એ ગુજરાતની પ્રજાને અનેક મુશ્કેલીમાંથી બહાર કાઢનાર અને “બાપા” નું માન પ્રાપ્ત કરનાર કેશુભાઈ પટેલને વંદન સાથે ભાવાંજલિ પ્રગટ કરી હતી. સુરતના સંસદ દર્શનાબેન જરદોશ, ધારાસભ્ય કાંતિભાઈ બલર, પ્રવીણભાઈ ધોધરી, વિનુભાઈ મોરડીયા તેમજ વી. ડી. ઝાલાવડીયા એ કેશુભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કેશુભાઈ પટેલના નિધાન થી ગુજરાતને મોટી ખોટ પડી છે. તેવો કોઈ એક જ્ઞાતિ ના “બાપા” ન હતા. સર્વજ્ઞાતિ સામાજ માટે હંમેશા સમાનભાવ સાથે મળી કામ કર્યુઁ છે. ત્યારે વિવિધ સંસ્થાઓ એ સાથે મળી આ 24કલાક ભાવાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત ડાયમંડ, એસોસિએશન, લોક સમર્પણ, બ્લડબેંક તથા વરાછા કો.ઓપ. બેંક, સરદારધામ, ખોડલધામ, ઉમિયાધામ, આહીર સામાજ, સુથાર સામાજ, બ્રહ્મ સામાજ, કોળી સામાજ સહિત ખુબ મોટી સંખ્યામાં જ્ઞાતિ – સામાજ સંગઠનો જોડાયા હતા. વરાછા રોડ, સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 24 કલાક ચાલેલા રક્તદાન શિબિરમાં 64 સંસ્થાઓના 920 રક્તદાતાએ રક્તદાન કર્યુ હતું. મહાનુભાવો અને જ્ઞાતિ સામાજ 211હોદેદારોએ બાપાને શબ્દાંજલિ અર્પી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઇ પટેલ, સમસ્ત પાટીદાર સમાજ ના પ્રમુખ વેલજીભાઇ શેટા, આહીર સામાજ ના પ્રમુખ જેરામભાઈ વાળા, બ્રહ્મ સામાજ ના દિનેશભાઇ ભટ્ટ, શાળા સંચાલક મંડળ ના દીપકભાઈ રાજ્યગુરુ, કોળી સામાજ, સુથાર સામાજ તથા 250 વિવિધ સંસ્થાઓના પ્રતિનિધીઓ એ 24 કલાક દરમિયાન કાર્યક્રમ સ્થળે આવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિવિધ સંસ્થાના 211 અગ્રણીઓએ ભાવાંજલિ અર્પણ કરી હતી. ટી.વી. ચેનલ તથા સોશિયલ મીડિયા માં જીવંત પ્રસારણ હોવાથી દુનિયાભરમાંથી ગુજરાતીઓએ ભાવ વ્યક્ત કરી કેશુભાઈ પટેલ ને ભાવાંજલિ આપી હતી. કેશુભાઈ પટેલની જીવન પ્રદર્શનીમાં તેમના વિવિધ કરીયો ના સ્મુતિરૂપ ફોટા અને મોડલ મૂકી કેશુભાઈ ના કાર્યોને યાદ કરી ભાવ વ્યક્ત કર્યો હતો. 92 કિલોમીટર ની દોડ
ધનશ્યામ સુદાની નામના યુવાને કેશુભાઈની ઉંમર જેટલા કિલોમીટર એટલે 92 કિલોમીટર દોડ 10 કલાક માં પુરી કરી હતી. શનિવારે રાત્રે 12 કલાકે કેશુભાઈ પટેલની શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં દોડનો પ્રારંભ થયો અને રવિવારે સવારે 10 કલાકે કાર્યક્રમના સ્થળે સમાપન થયું હતું. આમ યુવાનોમાં પણ “બાપા” પ્રત્યેય અનહદ લાગણી જોવા મળી હતી. એક દીકરીએ દાદાનું પેન્સિલ ચિત્ર પણ પરિવારને ભેટ આપિયું હતું. ગામના ચોરા કાર્યક્રમથી ભાવાંજલી 24 કલાક સતત ભાવાંજલી કાર્યક્રમમાં વિવિધતા પણ જોવા મળી હતી. વ્યક્તિગત ભાવ પ્રગટ થયા ઉપરાંત ગામઠી ડાયરો, કવિ સંમેલન, લોક ડાયરો થતા ગામનો ચારો કાર્યક્રમમાં અનોખી રીતે કેશુભાઈ પટેલ પ્રત્યેય આદરભાવ પ્રગટ થયો હતો. કેશુભાઈ પટેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કન્વીનર હરિભાઈ કથીરિયા એ સ્વાગત પ્રવચન માં સર્વજ્ઞાતિ સામાજની વિશેષ નોંધ સાથે સર્વ ને આવકાર્યા હતા. સુરત ડાયમંડ એસો ના પ્રમુખ નાનુભાઈ વેકરીયા, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સામાજ ના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા તથા સૌરાષ્ટ્ર પટેલ ભવન ના મધુભાઈ અને આહીર સામાજ ના ભુપતભાઇ કનાળાને આવકાર્યા હતા. કાર્યક્રમના અંતે આભાર વિધિ ભવાનભાઈ નવાપરા એ કરી હતી. અશ્વિનભાઈ સુદાણી, ભાવેશભાઈ રફાળીયા અને લલિતભાઈ બલદાણીયા સહિત 30 સભ્યોની ટીમે 24 કલાક કાર્યક્રમ ના સૂત્રધાર બની સંચાલન કરિયું હતું. યુવાન વિપુલ બુહા તથા તેમની ટીમે સુંદર જીવન પ્રદર્શન નુ આયોજન કર્યુઁ હતું. સરદારધામ ના મનીષ કાપડિયા, ખોડલધામ ના કે. કે. કથીરિયા, ઉમિયાધામ ના રસીકભાઇ સાનેપરા અને મારુતિ વિરજવાન ટ્રસ્ટ ના કરૂણે રાણપરિયા વરાછા બેંક ટીમ તથા મહુવા તાલુકા સમાજ ના સુરેશભાઈ કથિરીયા એ રક્તદાન વ્યવસ્થા જાળવી હતી. સવજીભાઈ વેકરીયા, દામજીભાઈ માવાણી, ડૉ. મુકેશભાઈ નાવડીયા, દિલીપ ભૂંહા તથા સંજયભાઈ વડોદરિયા અને રાજુ ગૌદાનીએ રક્તદાતા સંસ્થાઓ નું સંકલન કર્યુ હતું. આ ઉપરાંત 200 સેવાભાવી સંસ્થાઓના કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં પણ જોડાયા હતા.
રિપોર્ટર : હિના ભટ્ટ, સુરત