રાજકોટ શહેર કોઠારીયા સોલ્વન્ટનો શખ્સ દેશી પીસ્ટલ, કાર્ટૂશ સાથે ઝડપાયો

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૧૦/૧૧/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં તહેવાર ટાણે શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે. S.O.G P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ P.S.I અતુલ સોનારા અને તેમની ટીમે બાતમી આધારે કોઠારીયા સોલ્વન્ટ નુરાનીપરામાં રહેતા ફિરોઝ ઉર્ફે ભાઈજાન સલીમભાઈ સોલંકી ઉ.૩૧ નામના શખ્સને દેશી બનાવટની પીસ્ટલ અને ૫ જીવતા કાર્ટૂશ સાથે દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરો હતી. આ શખ્સ અગાઉ થોરાળા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને ચોરીના ગુનામાં પકડાઈ ચુક્યો છે. દેશી બનાવટની પિસ્તોલ નંગ.૧ કિં.૧૦.૦૦૦ જીવતા કાર્ટીસ નંગ.૫ કિં.૫૦૦ કુલ.૧૦.૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કરેલ છે. S.O.G ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર આર.વાય.રાવલ, એ.એસ.સોનારા, સમીરભાઈ શેખ, નિલેશભાઈ ડામોર, અજીતસિંહ પરમાર. કામગીરી કરેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment