હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ
ભારતના બાર જ્યોતિર્લિંગ પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિર અત્યાર સુધી માત્ર તાડપત્રી ચેક પોસ્ટમાં પોલીસ જવાનો ફરજ બજાવતા હતા. તેને સ્થાને આજથી સોમનાથ મંદિરને અધતન ચેકપોસ્ટો બુથ અર્પણ કરતા તે આજથી કાર્યરત થયા છે. ફાયરપ્રુફ તથા પંખા સહિતની સુવિધા પી.વી.સી.બેઈઝડ આ ચેકપોસ્ટ બુથ ફાયર પ્રુફ છે. જેથી આગ લાગી શકતી નથી. અંદર ગરમી લાગતી નથી. કાટ લાગતો નથી અને ચારે દિશાઓમાં મોટા કાચ લગાવેલ હોય તમામ દિશાએ નજર રાખી સકાય છે. આ કેબીનોમા લાઈટ, મોબાઇલ ચારજિગ પોઈન્ટ, પંખા સહિતની વ્યવસ્થાઓ છે. જુનાગઢ અને એન.જી.ઓ.સહયોગથી પ્રત્યેક ચેક પોસ્ટમાં એક માણસ સુઈ શકે અને ૬ જવાનો સરળતાથી બેસી શકે તેવી જોગવાઈ છે અને ભવિષ્યમાં અન્યત્ર ખસેડવી હોય તો પણ ખેસવી શકાય છે. સોમનાથ મંદિરના દરજ્જાને અનુરૂપ એન્ટ્રીક તેનાં છાપરાને ગ્રામ્ય જીવન જેવા ઢોરાવ આપ્યો છે. જિલ્લામાં આવી ૩૬ ચેકપોસ્ટ અને ટ્રાફિક બુથો લાગશે, જેમાં વેરાવળ ટાવર ચોક, પાટણ દરવાજા અને ભાલકા મંદિર પાસે ટ્રાફિક બુથો લાગશે. જે ગોલ આકારની હશે. સોમનાથ મંદિર ખાતે એન્ટ્રીગેટ પાસે હમીરજી સર્કલ ચેક પોસ્ટ અને સોમનાથ વાહન પાર્કિંગ સર્કલ નજીક ગેટ પાસે તથા સુકસાગ સર્કલ શાંતિપરા ફાટક, સાંઇબાબા મંદિર પાસે પણ લગાવાશે. કોડીનાર બાયપાસ, ઉના અને કોડીનાર ખાતે એમ કુલ ૩૬ ચેકપોસ્ટ બુથો લગાડાશે.
રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ