કાલાવડમાં ફટાકડા વેચાણ કરતા વેપારીઓ

રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારના નિયમોનું પાલન કરશે ???

હિન્દ ન્યુઝ, કાલાવડ

      દિવાળીના તહેવાર ને હવે ગણતરીના દિવસો જ બાકી હોય ત્યારે કાલાવડમાં ઠેર ઠેર ફટાકડા નું વેચાણ શરૂ થવા પામશે ત્યારે કાલાવડ પંથકમાં ફટાકડાનાં વેપારીઓ સરકારના તમામ નિયમોને નેવી મૂકી પોતાની રીતે મન ફાવે તેમ આડેધડ ફટાકડાનું વેચાણ કરશે તો નવાઈ નહીં!!!

કાલાવડમાં અમુક રાજકીય વગ ધરાવતા ફટાકડાના વેપારીઓ પોતાની મનમાની ચલાવતા હોય તેમ ફટાકડાના હંગામી પરવાનાની માંગણી કરી પરવાનો ન મળે તે પહેલા જ ફટાકડાનું વેચાણ શરૂ કરતાં હોય અને આ ફટાકડાના વેપારીઓ સરકાર દ્વારા ફરજિયાત પણે પાડવામાં આવતા નિયમો જેવા કે ફટાકડા વેચાણની જગ્યાએ પાણીનાં બેરલો રાખવા, ફાયર સેફટી માટે રેતી ભરેલી ડોલો રાખવી, CO2 નું સિલિન્ડર રાખવું, પી.જી.વી.સી.એલ. દ્વારા નિયુક્ત કરેલ એજન્સી પાસે વાયરીંગ ચેક કરાવી સુરક્ષિત હોવા અંગે સર્ટિફિકેટ લેવું, તમામ કર્મચારીઓના અકસ્માત વીમા લેવા, મજબૂતાઈ સ્ટ્રકચર પ્રમાણપત્ર મેળવવું, ફાયર એન.ઓ.સી. મેળવ્યા બાદ પોલીસ લાયસન્સ પણ ફરજિયાત પણે લેવાનું હોય વેપારીઓ આ તમામ નિયમોનું પાલન કરશે???


કાલાવડનાં ફટાકડાનાં વેપારીઓ ફટાકડાનું વેચાણ કરવા માટે સરકારના નિયમોનું ચુસ્તપણે પાલન કરશે ? કે પછી ટી.આર.પી. ગેમ ઝોન જેવી દુર્ઘટનાને નિમંત્રણ આપશે?

કાલાવડમાં ફટાકડા વેચાણ કરતા વેપારીઓ સરકારના નિયમોનું પાલન ન કરતા હોય તો, કાલાવડ ટાઉન પોલીસ, મામલતદાર અને ફાયર વિભાગે તમામ વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરી રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન જેવી અગ્નિકાંડ ની દુર્ઘટના ન બનવા પામે તેની તકેદારી રાખવી અનિવાર્ય છે.

કાલાવડમાં ફટાકડાનાં વેપારીઓ પોતાની મનમાની કરી અને રાજકીય વગ રાખીને નિયમોનું ઉલાળીયુ કરી ફટાકડા નું વેચાણ કરશે અને જો કોઈ અગ્નિકાંડ જેવી દુર્ઘટના સર્જાય અને આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થવા પામશે તો એની જવાબદારી કોના શિરે??

Related posts

Leave a Comment