મોરબી જિલ્લા વહિવટી તંત્રનો પ્રજાલક્ષી અભિગમ, ગામડાઓની મુશ્કેલીઓના મંથન માટે ૩૨ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ગામડે

હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત લઈ ગામના લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ ગામમાં ખૂટતી પ્રાથમિક સુવિધાઓ સહિતની સુવિધાઓ મુલ્યાંકન કરી આ મુશ્કેલીઓ અને ખૂટતી સુવિધાઓ અંગે યોગ્ય પગલા લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગત તારીખ ૨૨/૧૧/૨૦૨૪ ના રોજ જ્યારે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ સોમનાથ ખાતે ચિંતન શિબિરમાં હતા ત્યારે મોરબી…

Read More

ખેડુતોને વર્ષ ૨૦૨૪-૨૫ માટે આદિજાતિ પાવર ટીલર તેમજ કિસાન પરિવહન યોજના

હિન્દ ન્યુઝ, વલસાડ    ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત વલસાડ જિલ્લાના ખેડુતોને વર્ષ ૨૦૨૪-૨૫ માટે આદિજાતિ પાવર ટીલર તેમજ કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન તથા ટ્રેક્ટર ટ્રેલર ઘટક માટે I-khedut portal પર ઓનલાઈન અરજીઓ મેળવવા માટે તા:૨૬/૧૧/૨૦૨૪ થી તા:૦૨/૧૨/૨૦૨૪ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે. જિલ્લાના તમામ ખેડુતોને આ યોજનામાં સહાય મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. આ અંગે વધુ જાણકારી…

Read More

અભ્યાસ અર્થે સુરતમાં રહેતા પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવા માટે કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ

હિન્દ ન્યુઝ, સુરત       સુરત સહિત ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, નવસારી તથા વલસાડ જિલ્લાઓમાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરતના શૈક્ષણીક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ છાત્રાલયમાં એડમીશન મેળવવા ઇચ્છુક માતા-પિતાએ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમીશન ફોર્મ મેળવી ને સત્વરે જમા કરવાના રહેશે. વધુ વિગતો માટે ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક સાધવા સુરતના મદદનીશ જિલ્લા સૈનિક ક્લ્યાણ…

Read More

દેશભરમાં વિકસિત ભારત સ્પર્ધાનું આયોજનઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળી શકવાનો મોકો

હિન્દ ન્યુઝ, સુરત  દેશભરમાં તા.૨૫મી નવેમ્બરથી તા.૫મી જાન્યુઆરીએ વિકસિત ભારત સ્પર્ધાનો આરંભ થશે. આ સ્પર્ધામાં ઉતીર્ણ થનારા યુવાનોને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળવાનો અવસર મળશે.               કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયાએ કહ્યું હતું કે, દેશના યુવાનોને સશક્ત બનાવવા અને વિકસિત ભારત વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના દ્રષ્ટિકોણ મુજબ રાષ્ટ્રીય યુવા મહોત્સવની કલ્પના કરવામાં આવી છે. ૨૦૨૫ના વર્ષે ૧૧ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ એ “વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી  દિલ્હી ખાતે ભારત મંડપમમાં…

Read More

છોટાઉદેપુર ખાતે આદિવાસી સ્નેહ મિલન સોમારોહ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ખાતે આમ આદમી પાર્ટી નાં ચૈતર વસાવા ની ઉપસ્થિતિમાં આદિવાસી સ્નેહ મિલન સોમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.           મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો અને માતા- બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ અમારું ઉત્સાહભેર સ્વાગત કર્યું. સમાજ માં ચાલી રહેલા દૂષણો દૂર કરવા,આદિવાસી સમાજ ની સંસ્કૃતિ જાળવવા અને આદિવાસી સમાજના તમામ લોકોને પક્ષ પાર્ટી, ધર્મ સંપ્રદાય, સંગઠનો ભૂલીને સમાજ માટે આગળ આવે અને યુવાનો તેમનો જુસ્સો પદ યાત્રા કે નાચવા માટે નહી પણ, ભણવા માટે અને તેમના કેરિયર બનાવવામાં વાપરે…

Read More

સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત પૂજ્ય મોરારીબાપુની રામકથા

હિન્દ ન્યુઝ, રાજકોટ    સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત પૂજ્ય મોરારીબાપુની રામકથામાં ઉપસ્થિત રહ્યા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજકોટ ખાતેના આર્ષ વિદ્યા મંદિરની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મંદિરના સ્વામી શ્રી પરમાત્માનંદજીના જનહિતના સેવાકાર્યને બિરદાવતા કહ્યું હતું કે, સાચો ધર્મ અને કર્મ એ જ છે કે, જેમાં લોકોનું હિત સમાયેલું હોય છે. સદ્દભાવના વૃદ્ધાશ્રમ આજે અનેક વૃદ્ધ માતા – પિતાના કલ્યાણ માટે નિમિત્ત બની રહ્યું છે અને શુભ કાર્યોમાં ઉપયોગ થકી દાતાઓના ધનને પણ સાર્થક કરી રહ્યું છે. રાજ્યપાલએ સંસ્થામાં જોડાયેલા સેવાકર્મીઓને જનકલ્યાણ હેતુ પૂરા તન – મન…

Read More

સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત રામકથાના બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આયોજિત રામકથાના બીજા દિવસે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા.     સમગ્ર વિશ્વ માટે વિકરાળ સમસ્યા બનેલા ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો વિશે વાત કરતા રાજ્યપાલએ કહ્યું હતું કે, સમગ્ર વિશ્વ પર્યાવરણની બદલાતી પરિસ્થિતિથી ચિંતિત છે ત્યારે સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દેશભરમાં લાખો વૃક્ષોનું વાવેતર અને જતન થઈ રહ્યું છે. આજે પર્યાવરણનું સ્વાસ્થ્ય બગડ્યું છે ત્યારે વૃક્ષોનું જતન કરવું ખૂબ જરૂરી બન્યું છે. સદ્દભાવના વૃદ્ધાશ્રમના આગામી સમયમાં ૧૫૦ કરોડ વૃક્ષો વાવવાના તથા તેનું જતન કરવાના સંકલ્પને વધાવ્યો હતો. આ તકે રાજ્યપાલએ…

Read More

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કીટ હાઉસ ખાતે નાગરિકો તથા આગેવાનો સાથે લોકસંપર્ક યોજી વિકાસ કાર્યોની તલસ્પર્શી ચર્ચા કરી

હિન્દ ન્યુઝ, જામનગર      રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઇ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે વિસ્તારના નાગરિકો અને આગેવાનો સાથે લોકસંપર્ક યોજી વિકાસ કાર્યોની તલસ્પર્શી ચર્ચા – વિચારણા કરી હતી. મંત્રીએ ઉપસ્થિત રહેલ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો સાંભળ્યા હતા.તેમજ નાગરિકો દ્વારા કરવામાં આવેલ રજૂઆતોનું ઝડપી નિરાકરણ લાવવા આશ્વાસન આપ્યું હતું. મંત્રી દ્વારા યોજવામાં આવેલ આ લોકસંપર્ક કાર્યક્રમમાં જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તેઓએ પોતાની રજૂઆત મંત્રી સમક્ષ મૂકી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,કૃષિમંત્રી દ્વારા જાહેર…

Read More