દેશભરમાં વિકસિત ભારત સ્પર્ધાનું આયોજનઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળી શકવાનો મોકો

હિન્દ ન્યુઝ, સુરત

 દેશભરમાં તા.૨૫મી નવેમ્બરથી તા.૫મી જાન્યુઆરીએ વિકસિત ભારત સ્પર્ધાનો આરંભ થશે. આ સ્પર્ધામાં ઉતીર્ણ થનારા યુવાનોને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળવાનો અવસર મળશે.

              કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયાએ કહ્યું હતું કે, દેશના યુવાનોને સશક્ત બનાવવા અને વિકસિત ભારત વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના દ્રષ્ટિકોણ મુજબ રાષ્ટ્રીય યુવા મહોત્સવની કલ્પના કરવામાં આવી છે. ૨૦૨૫ના વર્ષે ૧૧ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ એ “વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી  દિલ્હી ખાતે ભારત મંડપમમાં ૩૦૦૦ યંગ લીડર્સ સાથે ચર્ચા કરશે.

        નહેરૂ યુવા કેન્દ્ર (MY Bharat) સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા એ જણાવ્યું કે, વિકસિત ભારતની સ્પર્ધામાં તા.૨૫ નવેમ્બરથી તા.૫ ડિસેમ્બર વચ્ચે થશે. ભાગ લેવા માટે ૧૫ થી ૨૯ વર્ષની ઉંમરના યુવાનો માય ભારત પ્લેટફોર્મ પર નોંધણી કરી શકશે. ક્વિઝ સ્પર્ધાના વિજેતાઓ આગામી તબક્કામાં નિબંધ અથવા બ્લોગ લેખન સ્પર્ધામાં ભાગ લઈ શકાશે. જેમાં વિજેતાઓ રાજ્ય સ્તરીય વિકસિત ભારત વિઝન પ્રસ્તુતિ અને ભારત મંડપમમાં રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. રાષ્ટ્રીય યુવા મહોત્સવ કાર્યક્રમની વધુ જાણકારી માટે નેહરુ યુવા કેન્દ્ર ( માય ભારત )  જીલ્લા યુવા કચેરી, રેશમ ભવન, લાલ દરવાજા, સુરત પર સંપર્ક કરી શકાશે.

Related posts

Leave a Comment