કેન્દ્રીય વિદ્યાલય- ONGCમાં દાદા-દાદી દિવસની ઉત્સાહભેર ઉજવણી

હિન્દ ન્યુઝ, સુરત      કેન્દ્રીય વિદ્યાલય-ONGC સુરત ખાતે દાદા-દાદી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય અતિથિ ONGCના શ્રીમતી તનુજા બલોદીએ જણાવ્યું કે, બાળકોએ તેમના ઘરના વડીલો સાથે પ્રેમથી સંવાદ, વાતો કરવી જોઈએ, તેમને સમય આપવો જોઈએ. દાદા-દાદી પાસેથી જીવન જીવવાનું ઉમદા ભાથું મળે છે. તેમની શીખને હંમેશા જીવનમાં ઉતારવી જોઈએ.             શાળાના આચાર્ય રાજેશ કુમારે મહેમાનોને લીલાછમ રોપા આપીને આવકારી જણાવ્યું કે, વડીલો આપણા ઘરનું ગૌરવ છે. તેમની છાયામાં રહેતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. વડીલોની સલાહ, અનુભવમાંથી પ્રેરણા લઈને આપણે સમસ્યાઓને…

Read More

સાબરકાંઠાના ખેડબ્રહ્મા,પોશીના અને વિજયનગર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્રારા વસ્ત્ર અને મહા પ્રસાદનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, સાબરકાંઠા   સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા,વિજયનગર અને પોશીના ખાતે સોમનાથ મહાદેવને અર્પણ કરેલ વસ્ત્રો અને પ્રસાદ રૂપે ચીક્કી અને લાડુ પ્રસાદ સાથે, વડીલ ભાઈઓને પેન્ટ અને શર્ટ પીસ, બહેનોને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર વતી જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી જિલ્લામાં સોમનાથના વસ્ત્ર અને મહા પ્રસાદનું વિતરણ થકી સોમનાથ દાદાના આશીર્વાદ પહોંચાડ્યા હતા.  પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ ભક્તિ સાથે સેવા થકી માનવતાની અનોખી પૂજા પણ કરી રહ્યું છે.માસિક શિવરાત્રી પર સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક નવી પ્રથાનો પ્રારંભ કરાયેલ હતો. પ્રત્યેક માસમાં રાજ્યમાં…

Read More

મહુવા તાલુકાના કોસ ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે રૂ.૩૬.૧૪ ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, સુરત         ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે મહુવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વહેવલ અંતર્ગત આવતા કોસ ગામે રૂ.૩૬.૧૪ લાખના ખર્ચે નિર્માણ પામનાર ‘આયુષ્માન આરોગ્ય મંદિર- કોસ-૧’ નવા મકાનનું ખાતમુહૂર્ત કરાયું હતું.            આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે, નવા આરોગ્ય મંદિર થકી ગ્રામજનો માટે આરોગ્ય સેવાની નવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાઓ વધુ સુસજ્જ અને પ્રભાવશાળી બનશે. ગ્રામજનોની આરોગ્યની કાળજી માટે તેમજ આરોગ્ય સંસાધનોના વ્યાપ વધારવા માટે આરોગ્ય તંત્ર અને રાજ્ય સરકાર કાર્યરત છે.               આ પ્રસંગે…

Read More

PC & PNDT એકટ અંતર્ગત જિલ્લા એડવાઈઝરી કમિટિની બેઠક મળી

હિન્દ ન્યુઝ, સુરત       ગર્ભસ્થશિશુના જાતિ પરીક્ષણ અટકાવવા, સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સંતુલન જળવાય રહે તે હેતુથી સરકાર દ્વારા PC & PNDT એકટ-૧૯૯૪ અમલમાં છે, જે અન્‍વયે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા એડવાઇઝરી કમિટિની બેઠક ડો.વીણાબેન દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. બેઠકમાં ૧૪ અરજીઓને બહાલી આપવામાં આવી હતી. PC & PNDT એકટ હેઠળ જમા થતી રજિસ્‍ટ્રેશન ફી ની નાણાકીય સમીક્ષા કરવામાં આવી હતી.          આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલ, નવી સિવિલના બાળરોગ વિભાગના વડા અને પ્રોફેસર ડો.જિગીષા પાટડીયા, નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગના હેડ…

Read More

કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘ભારત ટેક્સ-૨૦૨૫’ અંતર્ગત રોડ શો યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત         કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરત ખાતે ‘ભારત ટેક્સ-૨૦૨૫’ માટે રોડ શો યોજાયો હતો.       ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કન્સોર્ટિયમના સહયોગથી અને ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા તા.૧૪ થી ૧૭ ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે BHARAT TEX: 2025- ગ્લોબલ ટેક્ષ્ટાઈલ એક્ષ્પો યોજાશે, જેમાં એપેરલ, હોમ ફર્નિશિંગ, ફ્લોર કવરિંગ્સ, ફાઈબર, યાર્ન, થ્રેડસ, ફેબ્રિક્સ, કાર્પેટ, સિલ્કનું પ્રદર્શન થશે, તેમજ ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો સેન્ટર & માર્ટ ખાતે ૧૨ થી ૧૫ ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન એપેરલ, ટેક્ષ્ટાઈલ મશીનરી, કેમિકલ્સ…

Read More