ભાવનગર “સખી વન સ્ટોપ સેન્ટર” ના પ્રયાસોથી દાહોદ જીલ્લાની ભૂલી પડી ગયેલ મહિલાનું પરિવાર સાથે પુનઃમિલન

હિન્દ ન્યુઝ, ભાવનગર

    ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને ભંડારીયા ગામેથી કોઈ સેવાભાવી વ્યક્તિ દ્વારા કોઈ ભુલા પડેલ મહિલાને મદદ કરવા માટે ફોન કર્યો હતો જેથી ૧૮૧ દ્વારા ભંડારીયા ગામે જઈ મહિલાને કાઉન્સેલિંગ કરી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે મુકવામાં આવેલ હતા. તેથી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા મહિલાને આશ્રય આપી કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા દાહોદ જીલ્લાના દેવગઢ બારિયા તાલુકાના કાકલપુર ગામના વતની છે તેમજ આજથી આઠ વર્ષ પહેલા તેમના લગ્ન થઇ ગયેલ છે અને તેમના પતિને કોઈ અન્ય સ્ત્રી સાથે લગ્ન બહાર સંબંધ હોવાથી મહિલાને બોલાવતા ન હોવાથી છેલ્લા બે-ત્રણ વર્ષથી પિયરમાં રહે છે. અને તેમના પતિ વિરુદ્ધ કેસ પણ કરેલો છે. પરંતુ તેમના પતિ ત્યાં હાજર થતા ન હોવાથી મહિલા માનસિક તણાવને લીધે છેલ્લા બે મહિનાથી ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયેલા અને ભૂલમાં ભાવનગર જિલ્લામાં પહોચી ગયેલા હતા. અહિયા તેમણે કશું જોયું ન હોવાથી કોઈ જગ્યાએ મુંઝાયને બેઠા હતા તેથી કોઈ સેવાભાવી વ્યક્તિ દ્વારા ૧૮૧ ને જાણ કરેલ હતી.

મહિલા પાસે કોઈનો કોન્ટેક્ટ નંબર ન હોય અને માત્ર ગામનું નામ જ જણાવતા હોય તેથી કર્મચારીઓ દ્વારા મહિલાને મામલતદાર કચેરી લઇ જઈ મહિલાનું આધારકાર્ડ ફાઈન્ડઅપ કરાવેલ જેથી ચોક્કસ એડ્રેસ મળી શકે તેમજ ઈન્ટરનેટના માધ્યમ દ્વારા તેમના ગામના સરપંચનો કોન્ટેક્ટ નંબર મેળવી મહિલાનું નામ સરનામું અને ફોટો મોકલી તેઓ મહિલાની ઓળખ કરી હતી. સરપંચે જણાવેલ કે એ બેન એમના ગામના છે અને તેમને ઓળખે છે, તેમને મગજની થોડી તકલીફ હોવાથી ઘરેથી નીકળી ગયેલા છે તેથી સરપંચ દ્વારા તેમના પરિવારનો કોન્ટેક્ટ નંબર મેળવી તેમના પિતાને તા. ૦૬-૦૪-૨૦૨૫ ના રોજ સખી વન સ્ટોપ સેન્ટર પર રૂબરૂ બોલાવી આઈ.ડી. પ્રૂફ લઇ મહિલા તેમના પિતાને ઓળખે છે કે નહિ? તે ખરાઈ કરવામાં આવી હતી. ખરાઈ બાદ મહિલા બે મહિનાથી ઘરેથી નીકળી ગયેલ હોઈ દીકરીને તેમના પિતાને રૂબરૂ સોંપવામાં આવેલ હતા. આમ, બે મહિના બાદ દીકરી સાથે મિલન થતા દીકરીના પિતા દ્વારા સેન્ટરના કર્મચારી ઓનો આભાર વ્યક્ત કરેલ હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ભાવનગર જીલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર જેલ ગ્રાઉન્ડ પાછળ, વિદ્યાનગર ખાતે ૨૪X૭ કલાક કાર્યરત છે.

Related posts

Leave a Comment