હિન્દ ન્યુઝ, જૂનાગઢ
મહાશિવરાત્રી મેળાના સફળ આયોજનમાં જિલ્લા તંત્રના સર્વે અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલન, સમર્પણ અને કાર્યકુશળતા થી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેમના પ્રયાસોથી મેળાની તમામ વ્યવસ્થાઓ શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને અનુકૂળ રહી હતી.
આજરોજ આ ઉત્તમ કામગીરી બદલ કર્મનિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.


