ડીસા તાલુકાના ડાવસ ગામ ખાતે અદ્યતન ‘હાઇટેક નર્સરી’નું નિર્માણ કરાશે

ગુજરાતનું ગ્રીન મોડેલ

હિન્દ ન્યુઝ, ડીસા

   ડીસા તાલુકાના ડાવસ ગામ ખાતે આશરે 13 એકર જેટલા વિસ્તારમાં રૂપિયા 3.5 કરોડના ખર્ચે અદ્યતન ‘હાઇટેક નર્સરી’નું નિર્માણ કરાશે.

🌳 ‘હાઇટેક નર્સરી’માં દર વર્ષે આશરે 10 લાખથી વધુ રોપાઓનું ઉત્પાદન કરાશે; વૈજ્ઞાનિક પદ્ધતિથી દુર્લભ બીજનું થશે જતન, સીડ બેંક અને પ્રોસેસિંગ યુનિટથી વનીકરણને મળશે નવો વેગ.

🌳 આ નર્સરીમાં વર્મી કમ્પોસ્ટિંગ યુનિટ દ્વારા ઓર્ગેનિક ખાતર તૈયાર કરાશે જે છોડના સ્વસ્થ વિકાસ માટે ઉપયોગી સાબિત થશે. સાથે જ ‘ઊંચી હાઈટવાળા વૃક્ષો’ એટલે કે લાંબા અને મજબૂત રોપા તૈયાર કરવાની પદ્ધતિ અપનાવવામાં આવશે.

🌳 પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા ‘નર્સરી ઇન્ફોર્મેશન સેન્ટર’ કાર્યરત કરાશે, જ્યાં વિદ્યાર્થીઓ, ખેડૂતો અને પર્યાવરણ પ્રેમીઓને વનસ્પતિ, વનીકરણ અને કુદરતી સંરક્ષણ વિશે માર્ગદર્શન આપવામાં આવશે.

Related posts

Leave a Comment