પોરબંદર જિલ્લામાં તા.૨૬ માર્ચે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, પોરબંદર 

લોકોના પ્રશ્નો અને ફરીયાદોના ત્વરિત નિકાલ માટે માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ દર માસના ચોથા ગુરુવારે “જિલ્લા સ્વાગત કાર્યક્રમ” યોજવામાં આવે છે. મુખ્યમંત્રીનો અભિગમ છે કે સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું વહિવટી તંત્ર દ્વારા ઝડપી અને પારદર્શક રીતે નિરાકરણ થાય.

માર્ચ-૨૦૨૬ માસનો આગામી જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૬/૦૩/૨૦૨૬ના રોજ યોજાનાર છે. આ અનુસંધાને પોરબંદર જિલ્લાના નાગરિકોને પોતાની કોઈપણ ખાતા કે વિભાગ સંબંધિત લાંબા સમયથી અનિર્ણિત પડતર પ્રશ્નો કે ફરીયાદો રજૂ કરવા વિનંતી કરવામાં આવી છે.

જેમાં નાગરિકોએ પોતાના કોઈ પણ ખાતા કે વિભાગને લગતા કોઈપણ પ્રશ્નો કે ફરીયાદ જેવી કે લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા અનિર્ણિત પડતર પ્રશ્નો મોકલવા,અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજુઆતનો આધાર રજૂ કરવો તથા તેમના તરફથી આપવામાં આવેલ જવાબ/પ્રત્યુતરની નકલ જોડવાની રહેશે ,અગાઉ રજૂ કરેલ પ્રશ્ન બીજીવખત રજૂ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક તથા નામ અવશ્ય લખવાનું રહેશે,પ્રશ્ન કે અરજીમાં પ્રશ્નકર્તાનું પુર નામ પુરેપુરુ સરનામું ફોન નંબર ફરજીયાત લખવો તથા પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી કરવાની રહેશે. સહી વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.,

અરજદાર ધ્વારા રજૂ થતી અરજી પોતાના પ્રશ્નની જ. સ્પષ્ટ અને મુદાસર સમજી શકાય તેવા આધાર પુરાવા સાથે હોવા જરૂરી છે. અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો અલગ-અલગ અરજીમાં મોકલવાના રહેશે.,આ કાર્યક્રમમાં અરજદાર પોતાના પ્રશ્નની જાતે આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે ,સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકશે નહી.

પોરબંદર કલેક્ટર કચેરી ખાતે તા.૧૦/૦૩/૨૦૨૬ સુધીમાં અરજીઓ મોકલવાની રહેશે. ઉપરાંત તા.૧ થી ૧૦ દરમ્યાન સ્વાગત પોર્ટલ પર ઓનલાઈન અરજી મારફતે પણ પ્રશ્નો મોકલી શકાય છે.

આ કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે જિલ્લા સેવા સદન-૧, કલેક્ટર કચેરી, પોરબંદરનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

Related posts

Leave a Comment