હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ભાવનગર જીલ્લામાં નોધાયેલ બાંધકામ શ્રમયોગીનાં બાળકોને વર્ષ:-૨૦૨૨-૨૩ ના શિક્ષણ સહાય યોજનાઓનો લાભ મેળવવા માંગતા બાંધકામ શ્રમિકોને ફોર્મ મેળવવા અને ફોર્મ જમા કરવા માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી, દેસાઈનગર પેટ્રોલ પંપની સામે, ગુરુકૃપા ટ્રેક્ટર શો-રૂમ પાછળ, ભાવનગર ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવે છે.
તેમજ વર્ષ:-૨૦૨૨-૨૩ ના શિક્ષણ સહાય યોજનાઓનાં ફોર્મ વિધાર્થીના શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩નાં સત્ર શરૂ થયાં તારીખથી ૯૦ દિવસ ( ૩ માસ ) ની સમય મર્યાદામાં જમા કરવાના રહેશે તેમ પ્રોજેકટ મેનેજર, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી