મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ભાવનગર મહાનગરપાલિકાના અધેવાડા વિસ્તાર માટે પાણી પુરવઠાના વિવિધ કામો અંગે રૂા. રૂ. ૧૪.પ૧ કરોડની એક જ દિવસમાં મંજૂરી આપવાં સંદર્ભમાં ગામલોકો અને આગેવાનોના પ્રતિભાવો

હિન્દ ન્યુઝ, ભાવનગર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં નાગરિકોને પીવાનું પાણી પુરતાં પ્રમાણમાં મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે ભાવનગર મહાનગરપાલિકા માટે કુલ ૧૪.૫૧ કરોડ રૂપિયાના પાણી પુરવઠાના વિવિધ કામોને એક જ દિવસમાં સૈદ્ધાંતિક મંજૂરીઓ આપી છે તેને ભાવનગરના મેયર તેમજ ભાવનગરના નાગરિકોએ આવકારી છે.

ભાવનગરના મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયાએ આ અંગેના તેમના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશને રજૂ કરેલ દરખાસ્તને ત્વરીત મંજૂરી આપીને મુખ્યમંત્રીએ ભાવનગરના અધેવાડા વિસ્તારની ૨૫ હજારની જનતાને સીધી રીતે અસર કરતી એવી પાણીની સમસ્યા દૂર કરી છે.

મૃદુ છતાં મક્કમ એવાં મુખ્યમંત્રીને હૈયે જનસમસ્યા માટે કેવી સંવેદના છે તે તેમના આ નિર્ણયમાં ઝળકે છે. આ અગાઉ પણ ભાવનગર કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલાં કાર્યો માટે તેમણે હકારાત્મક અભિગમ દાખવીને જે તે સમસ્યાને પૂરતો ન્યાય આપીને છેવાડાના માનવીનું કલ્યાણ થાય તેવી ભાવનાથી ત્વરીત નિર્ણયો લીધા છે તેને તેને સહર્ષથી આભારની લાગણી સાથે આવકાર્યા છે.

ડ્રેનેજ કમીટીના ચેરમેન અને અધેવાડા વિસ્તારના કોર્પોરેટર એવાં મહેશભાઇ વાજાએ તેમનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના આ નિર્ણયથી અધેવાડા તથા તેની આસપાસની સોસાયટીનો પાણીનો પ્રશ્ન ઉકેલાવાનો છે.

અધેવાડા ગામમાં પહેલાં પંચાયત હતી. બે વર્ષ પહેલાં જ અધેવાડા ગ્રામ્ય વિસ્તારને કોર્પોરેશનમાં સામેલ કરવામાં આવ્યો છે. અધેવાડા ગામમાં વર્ષો જૂની પાઇપલાઇનને બદલે મુખ્યમંત્રીના નિર્ણયને કારણે ડી. આઇ. પાઇપલાઇન નાંખવામાં આવશે. આથી, અધેવાડા ગામ અને તેની આસપાસની સોસાયટીઓને પ્રેશરથી પૂરતું પાણી મળી રહેશે. આમ, મુખ્યમંત્રીના આ એક નિર્ણયને કારણે વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે.

અધેવાડાના દક્ષિણ સરદારનગરના વોર્ડ પ્રમુખ અમિતભાઇ અંધારીયાએ મુખ્યમંત્રીએ પાણીની વ્યવસ્થા માટે મુખ્યમંત્રીએ જે અંગત રસ લઇને રૂા. ૧૪.૫૧ કરોડ જેવી રકમ ફાળવી છે તેને આવકારીને આ રકમથી આ વિસ્તારમાં વિકાસનું વધુ કામ સાકાર થશે તેમ જણાવીને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
અધેવાડાના રહેવાસી ભરતભાઇ ગાંગાણીએ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પાણી સિવાયની અન્ય સુવિધાઓ પણ ઉભી થઇ રહી છે તે માટે અધેવાડા ગામના નાગરિક અને આગેવાન તરીકે મુખ્યમંત્રી અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

અધેવાડા ગામના રહીશ હરીભાઇ ધોરાજીયાએ જણાવ્યું કે, પહેલાં અધેવાડા ગામ અને તેની આસપાસની અનેક સોસાયટીઓને અનેક પ્રકારની પાણીની સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ રાજ્ય સરકારની ગરીબ કલ્યાણની નીતિને કારણે પાણી જેવી સ્થાનિક સમસ્યા માટે મુખ્યમંત્રી અંગત રસ લઇને ત્વરીત નિર્ણયો લઇને પ્રજા જીવનમાં સુખાકારી વધે તે માટે જે પગલાં લઇ રહ્યાં છે તેને આવકાર્યા હતાં.

તેમણે વધુમાં ઉમેર્યું કે, પાણીની ડી.આઇ. લાઇનની નવી પાઇપલાઇન નંખાવાથી વિકાસમાં એક નવું પુષ્પ ઉમેરાયું છે. આ માટે અમે જે લાગણી અનુભવીએ છીએ તેને શબ્દોમાં વર્ણવવું અઘરું છે.

મુખ્યમંત્રી દ્વારા જે વિકાસના કામ કરવામાં આવી રહ્યાં છે. નવાં- નવાં કામ અને આયોજનથી અમારા ગામમાં નૂત્યનૂતન વિકાસ થઇ રહ્યો છે. હજુ પણ આગળ પણ આવાં કાર્યો થતાં રહે તેવી કામના તેમણે વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી દ્વારા ગઇકાલે લેવાયેલાં આ નિર્ણયથી ભાવનગર મહાપાલિકામાં ર૦ર૦થી નવા સમાવાયેલા અધેવાડા ગામ વિસ્તારની રપ હજાર જેટલી જનસંખ્યાને પાણી વિતરણનો લાભ મળશે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment