હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કારકિર્દી ઘડતર ઈચ્છુક ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસક્રમો તથા કારકિર્દીની નવતર તકો અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી “નવી દિશા, નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત સેમિનારનું આયોજનકરવામાં આવ્યું હતું.
જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંતભાઈ ત્રિવેદીએ કાર્યક્રમની પ્રાસંગિક રૂપરેખા આપી આમંત્રિત મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં વિષય તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહેલા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વી.એસ. શાહ અને જિલ્લા રમતગમત અધિકારી નરેશભાઈ ગોહિલ દ્વારા કારકિર્દી પસંદગી અને રમત ગમત ક્ષેત્રે ઉભરતી તકો વિષયક માહિતી આપી હતી. આઈ.ટી.આઈ રાણપુરના આચાર્ય વિજયભાઈ પારેખ તેમજ મદદનીશ પ્રાધ્યાપક સંજયસિંહ ઝાલાએ ઔધોગિક તાલીમ સંસ્થા અને ઈજનેરી કોલેજ ખાતે પ્રાપ્ય અભ્યાસક્રમો અને પ્રવેશ પ્રક્રિયા વિષયક માહિતી રજુ કરી હતી.
સેમિનારમાં નાયબ પશુપાલન નિયામક પી.ટી. કણઝરીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સુભાષભાઈ ડવ, કેળવણી નિરીક્ષક સાગરભાઈ પંડ્યા તેમજ શાળાના આચાર્ય સહિતના સંલગ્ન વિભાગના કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાહતા. મનુભાઈ શેઠ શાળા સંકુલ, રાણપુર ખાતે આયોજિત સેમીનારમાંવિદ્યાર્થીઓને કારકિર્દી લગતી માહિતીનો સમાવેશ કરતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ