એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો વગર મને “સેવા સેતૂ”ના માધ્યમ થકી ઘર આંગણે જ નવું આધાર કાર્ડ મળ્યું : “સેવાસેતૂ”ના લાભાર્થી ગોરધનભાઈ ધોરીયા

હિન્દ ન્યુઝ, બોટાદ

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેમજ વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે જ પ્રાપ્ત થાય તેવી સરકારની નેમ રહેલી છે પરંતુ સાચા અર્થમાં સેવા સેતુના કાર્યક્રમો અંતરિયાળ અને છેવાડાના લોકો માટે ખુબ જ આશીર્વાદ રૂપ બની રહ્યાં છે. બોટાદના નાના પાળીયાદ ખાતે યોજાયેલા “સેવા સેતૂ” કાર્યક્રમનો લાભ લઈ રહેલાં ગોરધનભાઈ ધોરીયાએ પોતાનો પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, મારી પાસે આધાર કાર્ડ ન હોવાથી મને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. પરંતુ રાજ્ય સરકારે મારા ગામમાં જ સેવા સેતુનો કાર્યક્રમ રાખ્યો હોવાથી એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો વગર મને ઘર આંગણે જ નવું આધાર કાર્ડ મળી ગયું હોવાથી હું ખુબ જ આનંદની લાગણી અનુભવું છું. આ વેળાએ તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment