નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માલેગામ ખાતે પારંપારિક ભોજનનો સ્વાદ માણ્યો

હિન્દ ન્યુઝ, ડાંગ

   ગિરિમથક સાપુતારાના મોન્સુન ફેસ્ટિવલના ઉદ્ઘાટન માટે પધારેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ, ગિરિમથકની તળેટીમાં આવેલા માલેગામ ખાતે સરપંચના ઘરે પારંપારિક ભોજનનો સ્વાદ માણ્યો હતો.

ખૂબ જ સાદગી અને સરળતા સાથે ગ્રામીણ પરિવારના ઘરે એક આમ આદમીની જેમ શુદ્ધ અને સાત્વિક ભોજન ગ્રહણ કરીને નાયબ મુખ્યમંત્રીશ્રી એ તેમની સાદગીનો પરિચય આપ્યો હતો.

નાયબ મુખ્યમંત્રીની આ મુલાકાત વેળા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડૉ.જયરામ ગામીત, ધારાસભ્ય સ્થાનિક પદાધિકારીઓ સહિત કલેક્ટર એન.ડી.પરમાર, જિલ્લા વિકાસ અધિકારી કુલદીપસિંહ ઝાલા, પોલીસ અધિક્ષક સુ પૂજા યાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment