બોટાદ જિલ્લા મેજિસ્ટ્રેટએ કોરોના-૧૯ માટેની સુચનાઓનું પાલન કરવા પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું

હિન્દ ન્યુઝ, બોટાદ

ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૧૦-૦૨-૨૦૨૨ના હુકમથી તા.૧૮-૦૨-૨૦૨૨ સુધી અમલમાં રહે તે મુજબ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ. જેના અનુસંધાને તા.૧૦/૦૨/૨૦૨૨ થી બોટાદ જિલ્લામાં વિગતવાર જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. કોરોના સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૧૭/૦૨/૨૦૨૨ ના હુકમથી થયેલ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણોની અવધિ લંબાવવાનું નક્કી કરેલ છે. જેથી બોટાદ અધિક જિલ્લા કલેકટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ – ૩૩(૧) તથા ૪૩, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪, ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન, ૨૦૨૦ અન્વયે જાહેરનામાં દ્વારા તા.૧૮/૦૨/૨૦૨૨ ના સવારના ૦૫-૦૦ કલાકથી તા.૨૫/૦૨/૨૦૨૨ ના સવારના ૦૫-૦૦ કલાક સુધી કન્ટેઈમેન્ટ ઝોન સિવાયના વિસ્તારો માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામામા વધુમાં જણાવ્યા મુજબ સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક (લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમત ગમતની પ્રવૃત્તિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં-ખુલ્લા સ્થળોમાં સ્થળની ક્ષમતાના મહત્તમ ૭૫% વ્યકિતઓ જ્યારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦ % ની મર્યાદામાં વ્યકિતઓ એકત્રિત થઈ શકશે, લગ્ન પ્રસંગે માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહી, તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેકિસનના બે ડૉઝ ફરજિયાત રહેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૭/૧૨/૨૦૨૧ ના હુકમથી જાહેર કરવામાં આવેલ National Directives for Covid-19 નું સમગ્ર બોટાદ જિલ્લામાં તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ હુકમ ૨૫/૦૨/૨૦૨૨ ના સવારના ૦૫-૦૦ કલાક સુધી બોટાદ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે. તેમજ આ હુકમનો ભંગ કે ઉલંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment