હિન્દ ન્યુઝ, જુનાગઢ
જુનાગઢ મહાનગરની વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ ટીમ દ્વારા સંત શિરોમણી રોહિદાસજી ની 645 મી જન્મ જ્યંતી ઉજવણી કરવા માં આવી હતી જેમાં જૂનાગઢ મહાનગર હિન્દુ પરિષદ બજરંગ દળ અંતર્ગત આવતા પાંચ પ્રખંડ ની અલગ-અલગ સેવા વસ્તીમાં ખીચડી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે રોહિદાસજી પરા વિસ્તાર માં રહેતા લોકો ને એ વિસ્તાર માં આવેલ હનુમાનજી ના મંદિરે એકત્ર કર્યા હતા. સાથે બાળકો અને ભૂલકાઓ પણ મોટી સંખ્યા માં હતા. રોહિદાસ પરા વિસ્તાર ના આગેવાનો પણ હતા. મુખ્ય વક્તા માં મહાનગર ના મંત્રી હિરેનભાઈ રૂપારેલીયા હતા. રોહિદાસજી ના જીવન ચરિત્ર વિષે ચર્ચા કરી હતી તેમજ એમના જીવન ના મૂલ્યો ને આપણાં જીવન માં અમલ કરવા માટે ની અપિલ કરી હતી.
આવેલ તમામ લોકો ને બિસ્કિટ ના મોટા પેકેટ તેમજ ચોકલેટ પિપર પ્રસાદી સ્વરૂપે આપેલ હતી. અંત માં આજ વિસ્તાર ના દલિત સમાજ ની ઘરે જઈને ચા પણ પીધા હતા આમ આપણે સૌ એક છીએ, કોઈ અલગ નથી, એવા ભાવ સાથે અને રોહિદાસજી ના આદર્શો ને સાથે રાખીને આ કાર્યક્રમ કરેલ હતો.આ કાર્યક્રમ ને સફળ બનાવવા જૂનાગઢ મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની ટીમે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ