ભારતમાં દવાઓ દુનિયાના સરેરાશ ભાવ કરતા 73% સસ્તી, બ્રિક્સ દેશોમાં સૌથી ઓછી; અમેરિકામાં કિંમતો સૌથી વધારે

નવી દિલ્હીઃ ભારતમાં લોકોને દવાઓ પર દુનિયાના સરેરાશ કરતા અંદાજે 73% ઓછો ખર્ચો કરવો પડે છે. એક સ્ટડી પ્રમાણે, ભારતમાં સસ્તી દવાઓ અપાવવાના મામલામાં દુનિયાના 5 ટોચના દેશોમાં સામેલ છે. જ્યાં ભારતમાં દુનિયાના સરેરાશથી 73.80% સસ્તી દવાઓ મળે છે, ત્યાં થાઈલેન્ડમાં દવાઓ વૈશ્વિક સરેરાશ કરતા અંદાજે 93.93% સસ્તી પડે છે. આ કિંમતો દુનિયામાં સૌથી ઓછી છે. ત્યારબાદ કેન્યા (93.76%)બીજા નંબરે , મલેશિયા (90.80%) ત્રીજા નંબરે અને ઈન્ડોનેશિયા(90.23%) ચોથા નંબર પર છે. બ્રિક્સમાં સાથી દેશો(બ્રાઝિલ, રશિયા, ચીન અને દક્ષિણ આફ્રીકા)ની તુલનામાં પણ ભારતમાં દવાઓ સૌથી સસ્તી છે.
ઈંગ્લેન્ડના લંડન અને જર્મનીના બર્લિન આધારિત હેલ્થકેર કંપની મેડબેલે અભ્યાસ માટે 50 દેશોમાં તમામ મહત્વની દવાઓના ભાવની તુલના કરી હતી. જેમાં હાઈ-કોલેસ્ટ્રોલ માટે વપરાશમાં લેવાતી લિપિટોર દવાથી માંડી બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં કામમાં આવનારી જિથ્રોમૈક્સ અને HIV-એઈડ્સમાં આપવામાં આવતી વાઈરીડ સામેલ છે. મેડબેલે તુલના માટે 13 ફાર્માસ્યૂટિરલ કંપાઉન્ડ્સની કિંમતોનું વિશ્લેષણ કર્યું.

સરકારી હેલ્થકેર તરફથી ઉપલ્બ્ધ કરાવાયેલી તમામ દવાઓ પણ સર્વેમાં સામેલ
જે દવાઓની તુલના કરવામાં આવી છે, તેમાંથી મોટાભાગના સામાન્ય લોકોને ઉપયોગમાં આવનારી છે. ર્હ્દય રોગ અને અસ્થામાસિવાય બ્લડ પ્રેશર દવી સામાન્ય જરૂરિયાત વાળી દવાઓની તુલનામાં રાખવામાં આવી છે. જેમાં સરકારી હેલ્થકેર સિસ્ટમમાં સામેલ દવાઓ સાથે એવી દવાઓને પણ રાખવામાં આવી છે, જેના માટે લોકોએ તેમના ખિસ્સામાંથી રકમ ખર્ચવી પડે છે. સર્વેમાં અલગ અલગ દેશોમાં બ્રાન્ડ કમ્પાઉન્ડ અને તેમના જેનેરિક વર્જન દવાઓને સામાન્ય ડોઝના હિસાબથી કુલ સરેરાશમાં બદલી દેવાયું છે, જેથી તેમની ક્વોલિટીમાં ફરક ન પડે.

ભારતમાં કઈ દવા કેટલી સસ્તી

 • ભારતમાં દિલ અને હાઈ કોલેસ્ટ્રોલ સાથે જોડાયેલી દવાઓ વૈશ્વિક સરેરાશથી અંદાજે 84.82% સસ્તી છે, જ્યારે અમેરિકામાં આ દવાઓ 2175% સુધી મોંઘી છે. એગ્ઝાઈટી ડિસઓર્ડરની દવાઓ ભારતમાં 91.13% સુધી ઓછા ભાવે ઉપલ્બ્ધ છે. અમેરિકામાં તેની કિંમત 1071% વધારે છે. ભારતમાં ઘણી દવાઓના ભાવ વૈ્વિક સરેરાશ કરતા વધારે પણ છે. બેક્ટેરિયલ ઈન્ફેક્શનની દવાઓ ભારતાં સૌથી સસ્તી છે (સરેરાશ થી 88.46% ઓછી). સાથે જ અમેરિકામાં તેની કિંમત 1755% વધારે છે.
  • જો કે, ભારતમાં HIV-એઈડ્સ (162.87%), ડાયાબિટીઝ (6.62%),અને બ્લડ પ્રેશર (31.37%) જેવી દવાઓના ભાવ વૈશ્વિક સરેરાશ કરતા વધારે ઉપર છે. આ દવાઓના ભાવ પણ અમેરિકામાં સૌથી વધારે છે.
   દવા ફાર્માસ્યૂટિકલ કમ્પાઉન્ડ કયા રોગ માટે સરેરાશ ભાવમાં ફરક
   ભારત અમેરિકા
   લિરિકા પ્રેગાબેલિન એપિલેપ્સી – 91.13 1071.17
   લિપિટોર એટોરવાસ્ટેટિન હાઈ કોલેસ્ટ્રોલ – 84.82 2175.83
   વેંટોલિન સાલબ્યૂટામોલ અસ્થમા – 64.76 1191.01
   જિથ્રોમૈક્સ અજિથ્રોમાઈસિન બેક્ટેરિયલ ઈન્ફેક્શન – 88.46 1755.25
   લાઈન્ટસ ઈન્સુલિન ગ્લાગાઈન ડાયબિટીઝ ટાઈપ 1 અને 2 6.62 557.86
   પ્રોગૈફ ટૈક્રોલિમસ પ્રતિરક્ષા રોધી – 87.46 86.45
   યાસ્મિન ડ્રોસપિરેનોન ફીમેલ કોન્ટ્રાસેપ્શન – 54.94 785.99
   પ્રોજૈક ફ્લોક્ઝેટાઈન ડિપ્રેશન/ઓસીડી – 84.43 2124.89
   જૈનેક્સ અલ્પ્રાપજોલમ પેનિક ડિસઓર્ડર – 73.21 2568.75
   જેસ્ટ્રિલ લિસિનોપ્રિલ હાઈ બ્લડ પ્રેશર 31.37 2682.56
   ટેનોવોફિર વાઈરીડ હેપટાઈટસ બી/ એચઆઈવી-એઈડ્સ 162.87 217.02
   હુમિરા અદાલિમુમાબ ચામડીનો રોગ – 74.20 482.91
   બ્રાન્ડેડ ડ્રગ્સ – 87.41 421.74
   જેનેરિક ડ્રગ્સ – 91.45 97.41
Source: Divya Bhaskar (For Testing Purpose)

Related posts

Leave a Comment