ભાઇઓ/બહેનો માટે શાળાકીય SGFI રાજ્યકક્ષા નેટબોલ અં-૧૪, ૧૭,૧૯ સ્પર્ધામાં ભાગ લેવા અંગે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

     રાજ્ય સરકારના રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવ- ૨૦૨૪ અંતર્ગત રાજયકક્ષા SGFI શાળાકીય નેટબોલ અંડર-૧૪,૧૭,૧૯ (ભાઇઓ/બહેનો)ની સ્પર્ધાનું આયોજન ગીર સોમનાથ ખાતે કરવામાં આવશે.

જે અંગેની વિવિધ જિલ્લાની ટીમની યાદીના પ્રવેશપત્રો dso-sycd-grsn@gujarat.gov.com ઉપર તા.૨૨/૧૧/૨૦૨૪ સુધીમાં અચૂક મોકલી આપવા તેમજ ખેલાડીઓને જાણ કરવા એક યાદીમાં જણાવાયું છે.

ટી.એ.બીલ આર.ટી.જી.એસ થી ચૂકવવામાં આવશે. આથી ટીમ મેનેજરએ આવવા-જવાના પ્રવાસ ખર્ચ સાથે લઈ આવવાનો રહેશે. ટીમ મેનેજરએ કેન્સલ ચેક અથવા સ્વચ્છ અક્ષરે વંચાય તેવી બેંક એકાઉન્ટની પાસબુકની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.

અંડર-૧૭ નેટબોલ સ્પર્ધા તા.૨૩થી૨૫ નવેમ્બર સુધી યોજાશે. અંડર-૧૯ નેટબોલ સ્પર્ધા તા.૨૫થી૨૭ નવેમ્બર સુધી યોજાશે. અંડર-૧૪ નેટબોલ સ્પર્ધા તા.૨૭થી૨૯ નવેમ્બર સુધી યોજાશે. તમામ સ્પર્ધાનો રિપોર્ટિંગ સમય સાંજે ૫.૦૦ કલાકનો રહેશે. તેમજ રિપોર્ટિંગ તથા નિવાસસ્થળ શ્રી સ્વામીનારાયણ ગુરુકૂળ હાઈસ્કૂલ, શંખ સર્કલ, પ્રભાસપાટણ સોમનાથ રહેશે.

તા. ૨૪-૧૧-૨૦૨૪ ના રોજ અંડર-૧૭ સ્પર્ધા, તા. ૨૬-૧૧-૨૦૨૪ ના રોજ અંડર-૧૯ સ્પર્ધા, તા.૨૮-૧૧-૨૦૨૪ ના રોજ અંડર-૧૪ સ્પર્ધા યોજાશે. તમામ સ્પર્ધાનો સમય સવારે ૭.૩૦ કલાકનો રહેશે. સ્પર્ધા સ્થળ સેન્ટ મેરી હાઈસ્કૂલ, પ્રભાસપાટણ પોલીસ સ્ટેશન સામે રહેશે.

   વધુ માહિતી માટે આકાશભાઇ કામળિયા (મો.નં ૯૭૩૭૩ ૪૨૩૯૬ /૯૯૦૪૧૮૫૭૨૭) તેમજ વી.વી.દિહોરા (મો.નં. ૯૮૭૯૪ ૬૩૭૩૭) પર સંપર્ક કરવો.

 

Related posts

Leave a Comment