ન્યૂ યોર્કઃ 47મા ઈન્ટરનેશનલ એમી એવોર્ડ્સ 2019 તાજેતરમાં જ ન્યૂ યોર્કના મેનહટ્ટનની ન્યૂ યોર્ક હિલ્ટન મીડટાઉન હોટલમાં યોજાઈ ગયા હતાં. આ એવોર્ડ્સમાં ‘લસ્ટ સ્ટોરી’ બેસ્ટ મૂવી/મીની સીરિઝ માટે નોમિનેટ થઈ હતી. જોકે, આ એવોર્ડ ઓસ્ટ્રેલિયન થ્રિલર સીરિઝ ‘સેફ હાર્બર’ જીતી ગઈ હતી. ‘લસ્ટ સ્ટોરી’ તથા ‘સેક્રેડ ગેમ્સ’ની સ્ટાર-કાસ્ટ આ એવોર્ડ શોમાં જોવા મળી હતી.
નવાઝે એવોર્ડ જીત્યો
નવાઝુદ્દીન સિદ્દિકીની ‘મેકમાઈફિયા’ સીરિઝે બેસ્ટ ડ્રામા સીરિઝનો એવોર્ડ જીત્યો હતો. આ સીરિઝમાં નવાઝ ભારતીય બિઝનેસમેન દિલી મહેમૂદનો રોલ પ્લે કર્યો હતો.
રાધિકાએ સોશિયલ મીડિયામાં તસવીરો શૅર કરી
રાધિકાએ રેડ કાર્પેટની તસવીરો ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. રાધિકા આપ્ટે ‘લસ્ટ સ્ટોરીઝ’ માટે બેસ્ટ એક્ટ્રેસ કેટેગરીમાં નોમિનેટ થઈ હતી પરંતુ આ એવોર્ડ ‘ઈન્ટર્નલ વિન્ટર’ની એક્ટ્રેસ મેરીના ગેરાને મળ્યો હતો.
લસ્ટ સ્ટોરીઝ’ના ચાર ડિરેક્ટર્સ ઈવેન્ટ્સમાં સામેલ થયા હતાં
‘લસ્ટ સ્ટોરીઝ’ના ચાર ડિરેક્ટર્સ ઝોયા અખ્તર, કરન જોહર, અનુરાગ કશ્યપ તથા દિબાકર બેનર્જી ઈવેન્ટ્સમાં હાજર રહ્યાં હતાં. પ્રોડ્યૂસર રોની સ્ક્રૂવાલા પણ એવોર્ડ્સ શોમાં હાજર રહ્યાં હતાં.
ઈન્ટરનેશલ એમી ફાઉન્ડર્સ એવોર્ડ ડેવિડ બેનીઓફ તથા ડીબી વેઈસીસીને ‘ગેમ ઓફ થ્રોન્સ’ માટે મળ્યો હતો. બેસ્ટ એક્ટરનો એવોર્ડ હલ્ક બિલજીનરને મળ્યો હતો. બેસ્ટ ડોક્યુમેન્ટ્રીનો એવોર્ડ ‘ટ્રૂથ ઈન અ પોસ્ટ ટ્રૂથ વર્લ્ડ’ને મળ્યો હતો. બેસ્ટ કોમેડીનો એવોર્ડ ‘ધ લાસ્ટ હેંગઓવર’ને મળ્યો હતો. જ્યારે શોર્ટ ફોર્મ સીરિઝનો બેસ્ટ એવોર્ડ ‘હેક ધ સિટી’ને મળ્યો હતો.
21 દેશોમાંથી 11 કેટેગેરીમાં નોમિનેશન કરવામાં આવ્યા હતાં
આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 11 કેટેગરી માટે વિશ્વના 21 દેશોમાંથી નોમિનેશન મંગાવવામાં આવ્યા હતાં, જેમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બેલ્જીયમ, બ્રાઝિલ, કેનેડા, કોલંબિયા, ફિનલેન્ડ, ફ્રાંસ, હંગેરી, જર્મની, ભારત, ઈઝરાયેલ, નેધરલેન્ડ, પોર્ટુગલ, કતાર, સિંગાપોર, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, તૂર્કી, યુનાઈટેડ કિંગડમ તથા અમેરિકાનો સમાવેશ થતો હતો.
Source: Divya Bhaskar (For Testing Purpose)