છ વર્ષ બાદ દિવ્યાંકા ત્રિપાઠી-કરન પટેલનો શો ‘યે હૈં મહોબ્બતેં’ બંધ થશે, સ્પિન-ઓફ શો ‘યે હૈં ચાહતેં’ આવશે

મુંબઈઃ એકતા કપૂરનો ડેઈલી શો ‘યે હૈં મહોબ્બતે’ છેલ્લાં છ વર્ષથી ટેલિકાસ્ટ થાય છે. આ શોમાં દિવ્યાંકા ત્રિપાઠી તથા કરન પટેલ મેઈલ લીડમાં છે. આ શો 2013થી પ્રસારિત થાય છે અને ટીઆરપી લિસ્ટમાં પણ જોવા મળે છે. આ શોમાં અનિત હસનંદાની, રૂહાનિક ધવન, અદિતી ભાટિયા, ક્રિષ્ના મુખર્જી, અભિષેક વર્મા સહિતના કલાકારો છે. છેલ્લાં ઘણાં જ સમયથી ચર્ચા થાય છે કે આ શો બંદ થવાનો છે. જોકે, હજી સુધી આ વાત કન્ફર્મ થઈ નથી.

સ્પિન-ઓફ શો શરૂ થશે
જાણીતા અંગ્રેજી અખબારમાં આ શો ડિસેમ્બરના અંત સુધીમાં પૂરો થશે, તેમ કહેવામાં આવ્યું છે. હાલમાં જ દિવ્યાંકાએ ઈન્સ્ટાગ્રામ પર કરન પટેલ સાથેની તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં દિવ્યાંકાએ સ્પિન ઓફ શો ‘યે હૈં ચાહતેં’નો પણ ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે કરન પટેલ ‘ખતરો કે ખિલાડી’ને કારણે આ શોમાં છેલ્લાં કેટલાંક મહિનાથી જોવા મળ્યો નહોતો. હવે, કરન પટેલ શોમાં પરત ફર્યો છે.

સ્પિન-ઓફમાં આ સ્ટાર્સ જોવા મળશે
સ્પિન-ઓફ શોમાં સરગુન કૌર લુથારા તથા અબ્રાર કાઝી જોવા મળશે. સરગુન કૌરે કહ્યું હતું કે તે એકતા કપૂર સાથે કામ કરવાને લઈ ઘણી જ ઉત્સાહી છે. તેને કરિયરની શરૂઆતમાં એકતા કપૂર સાથે કામ કરવાની તક મળી. અબ્રારે કહ્યું હતું કે આ સિરિયલની સ્ટોરી તદ્દન અલગ છે અને એકદમ ફ્રેશ છે.

Related posts

Leave a Comment