‘સર્વે ભવન્તુ સુખિનઃ’ની ભાવના લક્ષમાં લઈ ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પરિસરમાં યોજાયો ‘ધન્વન્તરી યજ્ઞ’

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ધનતેરસના પવિત્ર દિવસે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર માર્ગદર્શિત નિયામક આયુષની કચેરી ગાંધીનગર હેઠળ જિલ્લા આયુર્વેદ શાખા ગીર સોમનાથ દ્વારા જિલ્લા પંચાયત કચેરીના પરિસરમાં ધનવંતરી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાર અને જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિત આયુર્વેદ વિભાગના વૈદ્ય વિજયસિંહ ગોહિલ સહિત કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. “આયુર્વેદના જ્ઞાનને પુસ્તકો, ગ્રંથો અને ઘરગથ્થુ ઉપચારોમાંથી બહાર લાવવાની અને આ આધુનિક જરૂરિયાતો અનુસાર પ્રાચીન જ્ઞાનનો વિકાસ કરવાની જરૂર છે” વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સૂચનને…

Read More

રાજકોટ ખાતે તા.૧૭/૧૧/૨૦૨૩, શુક્રવારના રોજ મુલાકાતીઓ માટે ઝૂ ખુલ્લુ રહેશે

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે દિવાળીના તહેવારોમાં અંદાજિત ૬૦,૦૦૦ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. નિયમીત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન શુક્રવાર આવતો હોવાથી મુલાકાતીઓની સુખાકારી અને મુલાકાતીઓ…

Read More