હિન્દ ન્યુઝ, આણંદ આણંદમાં સરદાર પટેલની 149મી જન્મજયંતી નિમિત્તે સરદારધામ ચરોતર એકમ દ્વારા એક શામ સરદાર કે નામ લોકડાયરો અને પાટીદાર મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. બૃહદ ચરોતર એટલે કે ખેડા અને આણંદ જિલ્લામાં પાટીદાર સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન યોજાયેલ ડ્રોન શો જનસમૂહનું મુખ્ય આકર્ષણ રહ્યો હતો. વળી ચરોતરમાં પાંચસો કરોડના ખર્ચે હોસ્ટેલ, હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલ અને બિઝનેસ સેન્ટર સહિત પાટીદાર સમાજના સર્વાંગી વિકાસ માટે સરદારધામ ના અતિઆધુનિક બિલ્ડિંગના નિર્માણ માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.…
Read MoreDay: November 1, 2023
છોટાઉદેપુર જિલ્લામાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર ધરણા યોજવા, રેલી કાઢવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના જાહેર સ્થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્લા તાલુકા સેવાસદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડ ન પડે તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર છોટાઉદેપુર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.ડી ભગતએ તેમને મળેલી સત્તાની રૂએ છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટની હુકુમત હેઠળના વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામામાં જણાવ્યા અનુસાર જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર, જિલ્લાના બોડેલી, કવાંટ, જેતપુર પાવી, નસવાડીતથા…
Read More“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૩૪ નાગરિકો સામે દંડની કાર્યવાહી: ૫.૭ કી. ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત
હિન્દ ન્યુઝ, રાજકોટ “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૦૧/૧૧/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૩૪ નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને ૫.૭ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના…
Read More