શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સેવા સમાજ-ભાલકા દ્વારા તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, વેરાવળ         શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સેવા સમાજ-ભાલકા દ્વારા તા.05-11-2023 ના રોજ તેજસ્વી તારલાઓનો 14 મો સરસ્વતી સન્માન સમારોહ ભાલકા મુકામે યોજાયો.        આ સન્માન સમારોહ માં 70 જેટલા વિદ્યાર્થીઓને શિલ્ડ તથા ઇનામોથી સન્માનિત કરવામાં આવેલ અને જેમાં 2 વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ. જેમાં ધોરણ 10 થી સ્નાતક, અનુસ્નાતક તથા ડિગ્રી પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ આ સમારોહમાં શ્રી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ સેવા સમાજ-ભાલકાના પ્રમુખ રમેશભાઈ જેઠવા તથા ઉપપ્રમુખ ભગાભાઇ કુકડીયા, મંત્રી પ્રવીણભાઈ ચીત્રોડા, સહમંત્રી વિનેશભાઈ જેઠવા, ખજાનચી રમેશભાઈ રાવત, સહખજાનચી નરેન્દ્રભાઈ…

Read More

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ દ્વારા સારસ્વત શિક્ષકનું સન્માન કાર્યક્રમ યોજાયો

શિક્ષક દેવો ભવ: હિન્દ ન્યુઝ, સુરત        શિક્ષકનું માન અને ગૌરવ વધારવા માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત અને રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટનો આ કાયમી પ્રોજેક્ટ છે. દર અઠવાડિયે એક સારસ્વત શિક્ષકનું સન્માન કરી વિદ્યાર્થીઓ, વાલીશ્રીઓ અને શિક્ષક આલમમાં સારા વિચારોનું વાવેતર કરવાનો પ્રયાસ થશે. બદલાયેલા વાતાવરણમાં સારા નાગરિકોનું ઘડતર ખુબ જરૂરી છે. બાળકોમાં વધતી આત્મહત્યા, ડ્રગ્સનું વ્યસન કે ટપોરીવેડા જેવા વર્તન ચિંતાજનક છે. ત્યારે આ યુવાધનને માત્ર શિક્ષક જ બચાવી શકે તેમ છે. અને શિક્ષક બાળક કે વાલીને કશું કહી શકતો નથી એટલે તે પણ,…

Read More

બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દવારા મહિલાઓ માટે કૌશલ્ય વર્ધનની તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, મહીસાગર      બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI), મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાતે 35 બહેનોને આત્મનિર્ભર થવા માટે 6 દિવસની ફિનાઈલ અને સાબુ, પાવડર બનાવવાની તાલીમ વિનામૂલ્યે આપીને એમને સર્ટિફિકેટનું વિતરણ કરીને પ્રોત્સાહન પુરુ પાડ્યું. માસ્ટર ટ્રેનર નિશાબેન પટેલ તથા સંસ્થાના ફેકલ્ટી જયાબેન ભોઇ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ માર્ગદર્શન પૂરું પાડીને પ્રોત્સાહિત કર્યા હતા.  ભવિષ્યમાં મહીસાગર જીલ્લાના ૧૮ થી ૪૫ વર્ષના ભાઈઓ માટે જેમાં CCTV Camera, Photography and videography, Computer Accounting નિશુલ્ક તાલીમ પૂરી પાડવામાં આવશે આ તાલીમ કાર્યક્રમ ટુક…

Read More

બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાંખવા બદલ ગ્લોબલ હોસ્પિટલને રૂ.૧૦,૦૦૦/-નો દંડ

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા તા.૦૭-૧૧-૨૦૩ના રોજ રાજનગર ચોક પર આવેલ ગ્લોબલ હોસ્પિટલ દ્વારા બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં નાખવા બદલ રૂ ૧૦,૦૦૦/-નો વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલ. આ કામગીરી વોર્ડ નં ૮ના સેનિટેશન ઓફિસર મૌલેશ વ્યાસ, એસ.આઈ નીલેશ ડાભી તથા એસ.એસ.આઈ બરોટ ભારદ્વાજ, એસ.એસ.આઈ ભારત ટાંક, એસ.એસ.આઈ રવિ ભગોરા દ્વારા કરવામાં આવેલ.     વધુમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ તમામ હોસ્પિટલ, દવાખાનાઓ તથા ક્લિનિક ચલાવતા ડોકટરોને જાણ કરવામાં આવે છે કે તેમનો બાયો મેડિકલ વેસ્ટ ટીપરવાનમાં કે કોઇપણઅન્ય જગ્યાએ ન ફેકતા બાયોમેડિકલ વેસ્ટના નિકાલ…

Read More

ન્યારી-૧, વાગુદળ રોડ ખાતે મીયાવાકી પધ્ધતિથી ૧.૨૫ લાખ વૃક્ષો વાવવાનું તબક્કાવાર આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ  કોરોના સમયે વાગુદળ રોડ ખાતે બનાવવામાં આવેલ ટેમ્પરરી સ્મશાનમાં સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા ૭૫૭૫ પીપળા વાવી “પીપળ વન” બનાવવામાં આવેલ જેની મુલાકાત પણ મ્યુનિ. કમિશનર એ લીધી હતી. ભારત સરકાર ના સ્વચ્છ ભારત મિશન-૨.૦ને સાર્થક કરવા તથા રાજકોટ શહેરની સ્વચ્છતા વિષયક કામગીરી સફાઈની વ્યવસ્થા વધુ સુધ્ઢ બનાવવા માટે “સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં તારીખ ૧૫/૧૦/૨૦૨૩ થી ૧૬/૧૨/૨૦૨૩ સુધી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહયું છે. જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મ્યુનિ. કમિશનરશ્રી આનંદ પટેલનાં માર્ગદર્શન અને સુચના હેઠળ તા.૦૭-૧૧-૨૦૨૩ના રોજ ન્યારી-૧, વાગુદળ રોડ ખાતે મીયાવાકી પધ્ધતિથી…

Read More

શહેરના વિવિધ એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી કુલ ૩.૯ ટન કચરાનો નિકાલ

“સ્વચ્છતા હી સેવા” અભિયાન હિન્દ ન્યુઝ રાજકોટ        “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૦૭/૧૧/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી ૩.૯ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. પશ્ચિમ ઝોન વિસ્તારનાં વિવિધ એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી કુલ ૦૨ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ, તેમજ પૂર્વ ઝોન વિસ્તારના વિવિધ એન્ટ્રી / એક્ઝીટ પોઈન્ટ ખાતેથી…

Read More

શહેરના ૧૦૯ ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કરી ૨૩.૧૫ ટન કચરાનો નિકાલ

“સ્વચ્છતા હી સેવા” અભિયાન હિન્દ ન્યુઝ, રાજકોટ      “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૦૯/૧૧/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનના ૧૦૯ ન્યુસન્સ પોઈન્ટ ખાતે સઘન સફાઈ કામગીરી કરી ૨૩.૧૫ ટન કચરાનો નિકાલ કરવામાં આવેલ. ન્યુસન્સ પોઈન્ટ સહીત શહેરના તમામ મુખ્ય માર્ગો પર સઘન સફાઈ કામગીરી કરવામાં આવે છે અને દરેક મુખ્ય માર્ગ પર નિમણુંક કરેલ પ્રભારી ઓફિસર…

Read More

જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૩૧ નાગરિકો સામે દંડની કાર્યવાહી: ૩.૬ કી. ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત

“સ્વચ્છતા હી સેવા” અભિયાન હિન્દ ન્યુઝ, રાજકોટ      “સ્વચ્છતા એ જ સેવા” અભિયાનના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૫/૧૦/૨૦૨૩થી તા.૧૬/૧૨/૨૦૨૩ દરમ્યાન સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૦૭/૧૧/૨૦૨૩ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ત્રણેય ઝોનમાં ઝુંબેશના રૂપમાં સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ત્રણેય ઝોનમાં જાહેરમાં ગંદકી ફેલાવતા અને કચરો ફેંકતા કુલ ૩૧ નાગરિકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવેલ અને ૩.૬ કી.ગ્રા. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ…

Read More

ભાવનગરમાં તા. ૮ નવેમ્બરના રોજ રોજગાર ભરતી મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર       મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૫ એકમ(કંપની)માં સોફ્ટવેર સપોર્ટ એક્સિક્યુટિવ, માર્કેટિંગ એક્સિક્યુટિવ, સેલ્સ એક્સિક્યુટિવ, મિકેનિક, ફીલ્ડ સેલ્સ એક્સિક્યુટિવ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦પાસ/૧૨પાસ/ગ્રેજયુએટ, આઈ.ટી.આઈ. મિકેનિક, ધો. ૧૨ કોમર્સ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૮/૧૧/૨૦૨૩ ને બુધવારના રોજ સમય સવારે ૧૦:3૦ કલાકે, ડૉ. આંબેડકર ભવન, એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, પાનવાડી, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૪ (ચાર) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Read More