બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દવારા મહિલાઓ માટે કૌશલ્ય વર્ધનની તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, મહીસાગર

     બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન (RSETI), મહીસાગર જિલ્લાના લુણાવાડા, ખાતે 35 બહેનોને આત્મનિર્ભર થવા માટે 6 દિવસની ફિનાઈલ અને સાબુ, પાવડર બનાવવાની તાલીમ વિનામૂલ્યે આપીને એમને સર્ટિફિકેટનું વિતરણ કરીને પ્રોત્સાહન પુરુ પાડ્યું. માસ્ટર ટ્રેનર નિશાબેન પટેલ તથા સંસ્થાના ફેકલ્ટી જયાબેન ભોઇ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલ માર્ગદર્શન પૂરું પાડીને પ્રોત્સાહિત કર્યા હતા.

 ભવિષ્યમાં મહીસાગર જીલ્લાના ૧૮ થી ૪૫ વર્ષના ભાઈઓ માટે જેમાં CCTV Camera, Photography and videography, Computer Accounting નિશુલ્ક તાલીમ પૂરી પાડવામાં આવશે આ તાલીમ કાર્યક્રમ ટુક સમયમાં શરુ થવાની હોવાથી જે કોઇ ઇચ્છુક ઉમેદવારે લુણાવાડા ખાતે S. K High School ની પાછડ ચરેલ રોડ સંસ્થાનો સમ્પર્ક કરવો. તેમ સંસ્થાના નિયામક વિશાલ અગ્રવાલે જણાવ્યું હતું

રિપોર્ટર : દિનેશ પરમાર, મહિસાગર

 

Related posts

Leave a Comment